નવાગામમાં રહેતા શખસ વગર લે યુવતી સાથે રહેતો હતો.બાદમાં તેને અન્ય યુવતી સાથે સંબધં થતા આ યુવતીને તેના પિતાના ઘરે મૂકી આવ્યો હતો.બાદમાં ફરી આ યુવતીને ઘરે આવી જવાનું કહી નહીં આવે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતા અંતે યુવતીએ આ ફરિયાદ કરતા ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ,મૂળ ચોટીલાની વતની હાલ અને હાલ રાજકોટમાં શિતલ પાર્ક પાસેના વિસ્તારમાં રહેતી ૨૧ વર્ષીય યુવતીએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સાહિલ સંજયભાઇ પરમાર(રહે. નવાગામ બસસ્ટેન્ડ પાસે) નું નામ આપ્યું છે.યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,સાહિલ સાથે તેની સગાઇની વાત ચાલતી હોય જેથી બંને ફોન પર વાતચીત કરતા હતાં.દરમિયાન સાહિલના નાનાએ જામીન પડવાની ના કહેતા યુવતીના પિતાએ આ સગાઇ તોડી નાંખી હતી.પરંતુ યુવતીએ સાહીલ પસદં હોય જેથી ગત તા.૨૬૭૨૦૨૪ ના તેણે સાહિલને ઘરે બોલવતા તે ઘરે આવ્યો હતો અને બાદમાં સાથે લઇ ગયો હતો.બાદમાં બંને પતિ–પત્નીની જેમ રહેવા લાગ્યા હતાં.આ દરમિયાન સહમતીથી અનેક વાર શરીર સંબધં પણ બાંધ્યા હતાં.
યુવતીના પિતા તેને લેવા આવતા તે તેમની સાથે ગઇ ન હતી અને સાહિલ અને તેના પરિવારના કહેવાથી તેણે પિતા સામે કુવાડવા રોડ પોલીસ મથકમાં અરજી પણ કરી હતી.બાદમાં આ સાહીલને અન્ય યુવતી સાથે સંબધં થતા તે વારંવાર ઝઘડો કરવા લાગ્યો હતો.અને ગત તા.૧૬૧૦ યુવતીને તેના પિતાના ઘરે મૂકી જઇ તે અન્ય યુવતી સાથે રહેવા લાગ્યો હતો.આ સમયે યુવતીના પિતાએ તેની નાતમાં કેસ કરતા આ સમયે પણ યુવતીએ સાહિલના પક્ષમાં બોલતા કેસ રદ થયો હતો.
ત્યારબાદ સમાધાનની વાત ચાલતી હોય પણ સાહિલે અન્ય યુવતીને ઘરમાં રાખી હોય જેથી યુવતીના પરિવારે તેને ત્યા મોકલવાની ના કહી હતી.સાહીલે યુવતીને સાથે રહેવા આવવાનું કહ્યું હતું પણ યુવતીએ ના કહી હતી.તેમછતા સાહિલ અવારનવાર ફોન કરી ઘરે આવવા કહેતો હતો.યુવતી ના કહે છતા ફોન કરતો અને ઘરે નહીં આવે તો જાનથી મારી નાખશે તેવી ધમકી આપતો હતો.તા.૨૦૧૧ ના રાત્રીના ફરી ફોન કરી આવવાનું કહ્યું હતું અને ના કહેતા ધમકી આપી હતી.યુવતીએ તેના પિતાને ફોન આપતા તેણીના પિતાએ સાહિલને ફોન ન કરવાનું કહેતા હત્પં તમને જોઇ લઇશ છોડીશ નહીં તેવી ધમકી આપી હતી.જે આ અંગે યુવતીએ પ્રથમ પોલીસ કમિશનર કચેરીમાં અરજી કર્યા બાદ હવે સાહિલ સામે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.જેના આધારે પોલીસે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને હરાવ્યું
February 23, 2025 01:06 AMજામનગર: ખોડીયાર કોલોનીમાં થઈ ઘરફોડ ચોરી...જાણો શું બોલ્યા ડીવાયએસપી
February 22, 2025 06:49 PMજામનગરની જીજી હોસ્પિટલમાં લુખ્ખા તત્વોના આતંકની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા
February 22, 2025 06:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech