શિયાળાની સિઝન આવતાની સાથે જ કુતરા કરડવાના કિસ્સાઓ વધી ગયા છે. જોકે આમ તો બારેમાસ આ સમસ્યા રહેતી હોય કે પરંતુ શિયાળામાં તે વધી જતી હોય છે. પરંતુ આમ છતાં રાજકોટ સહિત રાજ્યની મોટાભાગની સરકારી હોસ્પિટલો અને જિલ્લા પંચાયતો હસ્તકના પીએચસી- સીએચસીમાં ડોગબાઇટ પછી દર્દીઓને આપવાના થતા ઇન્જેક્શનનો પૂરતો સ્ટોક ન હોવાથી ભારે હાડમારી પડી રહી છે. લોકલ પરચેઝમાં આવા ઇન્જેક્શન મળી જાય છે પરંતુ સરકારી હોસ્પિટલમાં તેનો સ્ટોક ઘણો ઓછો હોવાથી લોકોને નાછૂટકે બજારમાંથી આવા મોંઘા ભાવના ઇન્જેક્શનનો ખરીદવા પડે છે.
સરકારની આંકડાકીય માહિતી મુજબ 2024 ના ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં સૌરાષ્ટ્ર કચ્છમાં ડોગ બાઈટના 95376 કિસ્સા નોંધાયા છે. જેમાં 15893 કિસ્સા સાથે રાજકોટ સમગ્ર સૌરાષ્ટ્ર- કચ્છમાં ટોચ પર છે. રાજકોટમાં મહાનગરપાલિકા દ્વારા સ્વાન વ્યંધીકરણ પ્રોજેક્ટ અમદાવાદની એક સંસ્થાના સાથમાં ચાલી રહ્યો છે અને આ સંસ્થાને એક કુતરાના નસબંધીના ઓપરેશન બદલ રુ. 3000 ચૂકવવામાં આવે છે. પરંતુ આમ છતાં શેરી શ્વાનનો ત્રાસ ઓછો થયો નથી.
સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં 2024ના વર્ષમાં ડોગ બાઇટની બનેલી ઘટનાઓ પર નજર નાખીએ તો ભાવનગરમાં 13,118, જામનગરમાં 12598 સુરેન્દ્રનગરમાં 6440 દ્વારકામાં 6279 ગીર સોમનાથ જિલ્લામાં 4990 પોરબંદર જિલ્લામાં 2,755 કચ્છ જિલ્લામાં 7535 અને જૂનાગઢ જિલ્લામાં 678 બનાવો બન્યા છે. સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે કુલ પાંચ વ્યક્તિના મૃત્યુ કુતરા કરોડવાના કારણે થયા છે. જેમાં થોડા સમય પહેલા જ જામકંડોરણામાં સાત વર્ષની એક બાળકીનું કૂતરું કરડવાથી મૃત્યુ થયું છે.
રાજકોટમાં કુતરા કરડવાના સૌથી વધુ કેસ બાબતે પણ સત્તાવાળાઓએ બચાવની છટકબારી શોધી કાઢી છે અને એવો જવાબ આપે છે કે રાજકોટની વસ્તી વધુ હોવાથી તેના પ્રમાણમાં આ સંખ્યા ઓછી ગણી શકાય. કૂતરાઓની નસબંધીનો પ્રોજેક્ટ ચાલુ છે અને તેના કારણે કૂતરાઓની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળે છે. 2008માં આ પ્રોજેક્ટ શરૂ કરાયો ત્યારે રાજકોટમાં 45000 જેટલા કુતરાઓ હતા તે અત્યારે ઘટીને 28,000 જેટલા થઈ ગયા છે.
રાજકોટ જેવી જ ’ઓનપેપર’ સ્થિતિ ગુજરાતમાં કુતરાઓની સંખ્યા બાબતે જોવા મળે છે. સરકારી આંકડાકીય માહિતી મુજબ 2023 માં રાજ્યમાં 4.5 લાખ સ્વાન હતા તે 2024 માં ઘટીને 3.80 લાખ થઈ ગયા છે.
આંકડાકીય માહિતી ગમે તેટલી સારી હોય તો પણ વાસ્તવિકતા એ છે કે સ્વાન બાઈટની સંખ્યા વધુ હોવા છતાં તેની સારવાર માટે અપાતા ઇન્જેક્શન પૂરતા પ્રમાણમાં સરકારી હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રમાં નથી. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં જીએમએસસીએલ મારફત ઇન્જેક્શનો પ્રોવાઇડ કરવામાં આવતા હોય છે. પરંતુ છેલ્લા અઢી મહિનાથી અહીં ઇન્જેક્શનનો સ્ટોક ખલાસ થઈ ગયો છે. રોજના સરેરાશ 30 જેટલા દર્દીઓ રાજકોટ અને સૌરાષ્ટ્રમાંથી કુતરુ કરડવાની સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આવે છે. સિવિલ હોસ્પિટલમાં ઇન્જેક્શન મળતા નથી પરંતુ અંદાજે રૂપિયા 3000 નું એક વાયલ લોકલ પરચેઝમાં ખુલ્લેઆમ મળી રહ્યું છે.
જી.એમ.એસ.સી.એલ નું તંત્ર પણ અત્યારે ધણી ધોરી વગરનું હોય તેવી ફરિયાદો વ્યાપક પ્રમાણમાં ઉઠી રહી છે. જિલ્લા પંચાયતોના આરોગ્ય વિભાગ હસ્તકના પીએચસી અને સીએચસીમાં જ્યારે કુતરા કરડવાના ઇન્જેક્શનનોની જરૂરિયાત હોય ત્યારે અત્યાર સુધી માત્ર ઇન્ડેક્સ ભરીને મોકલી દેવાતું અને આરોગ્ય કેન્દ્રમાં જ ઇન્જેક્શન મળી જતા હતા. પરંતુ હવે ઇન્જેક્શન લેવા માટે ખાસ એમ્બ્યુલન્સ મોકલવામાં આવે છે અથવા તો કોઈ અધિકારી કે કર્મચારીને રૂબરૂ જવું પડે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: ઇન્દિરા કોલોનીમાં સર્વજન દલિત સમાજની જગ્યાનો ઉકેલ કરવા મનપા મેયરને રજૂઆત
January 10, 2025 05:53 PMફ્લાઈટમાં ટ્રેન જેવો માહોલ, પેસેન્જરે ટ્રેનના ચા વિક્રેતાની જેમ પ્લેનમાં ચા પીરસી
January 10, 2025 04:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech