હાપા–બિલાસપુર,ઓખા–નાથદ્રારા ટ્રેનોમાં એલએચબી કોચ લગાવાયા

  • September 30, 2023 12:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રેલવે તત્રં દ્રારા હાપા– બિલાસપુર અને ઓખા– નાથદ્રારા એકસપ્રેસ ટ્રેનનો નવા આધુનિક આરામદાયી એલએચબી કોચની રેક સાથે દોડાવવામાં આવનાર છે. જેમાં જામનગરના પૂનમબેન માડમ અન્ય પ્રતિિત મહેમાનોની હાજરીમાં આજે રાત્રે ૩૦ સપ્ટેમ્બરના રોજ હાપા સ્ટેશન પર ૨૧.૧૫ કલાકે આયોજિત એક કાર્યક્રમમાં ટ્રેન નંબર ૨૨૯૩૯ હાપા– બિલાસપુર એકસપ્રેસને લેગ ઓફ કરીને નવા પાંતરિત એલએચબી રેકને લીલી ઝંડી દેખાડશે. રેલવે તત્રં દ્રારા જણાવાયા મુજબ, મુસાફરોને વધુ આરામદાયક અને સલામત મુસાફરીનો અનુભવ આપવા માટે, પશ્ચિમ રેલવેએ પરંપરાગત રેકની જગ્યાએ નવા એલએચબી રેકથી બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાં ટ્રેન નંબર ૨૨૯૩૯૨૨૯૪૦ હાપા– બિલાસપુર એકસપ્રેસ એલએચબી રેક સાથે હાપાથી ૩૦.૦૯.૨૦૨૩થી અને બિલાસપુરથી ૦૨.૧૦.૨૦૨૩થી દોડશે. એ જ રીતે ટ્રેન નંબર ૧૯૫૭૫૧૯૫૭૬ ઓખા– નાથદ્રારા એકસપ્રેસ ૦૪.૧૦.૨૦૨૩થી ઓખાથી અને ૦૫.૧૦.૨૦૨૩થી નાથદ્રારાથી  રેક સાથે દોડશે. આ બંને ટ્રેનોમાં કુલ ૨૨ કોચ હશે જેમાં ૧ ફસ્ર્ટ એસી, ૨ સેકન્ડ એસી, ૬ થર્ડ એસી, ૮ સેકન્ડ સ્લીપર, ૩ જનરલ, ૧ લગેજ વાન અને ૧ જનરેટર વાનનો સમાવેશ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application