સુરેન્દ્રનગરમાં કોળી V/S કોળી: મહાસંમેલનમાં હાકલા પડકારા

  • March 28, 2024 11:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઉમેદવારોની પસંદગી બાદ ભાજપમાં જાહેરમાં ભૂતકાળમાં કદી જોવા ન મળ્યો હોય તેવો વિરોધ અને વિવાદ આ વખતની ચૂંટણીમાં જોવા મળી રહ્યો છે. વડોદરા અને સાબરકાંઠાના ઉમેદવારો બદલાયા પછી રાયની અન્ય બેઠકોમાં પણ આવા વિરોધ શ થઈ ગયા છે. સુરેન્દ્રનગરની કોળી મતદારોના પ્રભુત્વવાળી બેઠક પર ભાજપે નવા ચહેરા તરીકે મોરબી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ચંદુભાઈ સિહોરાની પસંદગી કરતા જ વિરોધનો વંટોળ શ થઈ ગયો છે. ભાજપના ઉમેદવાર ચંદુભાઈ સિહોરા ચુવાળીયા કોળી જ્ઞાતિના આગેવાન છે અને તળપદા કોળી જ્ઞાતિના આગેવાનો તેનો વિરોધ કરે છે. આ વિરોધના અનુસંધાને ગઈકાલે સાંજે સુરેન્દ્રનગર ખાતે વિધાર્થીઓની બોડિગમાં તળપદા કોળી સમાજના આગેવાનોની એક બેઠક મળી હતી અને તેમાં પૂર્વ સાંસદ સોમાભાઈ ગાંડાભાઈ મકવાણા, પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા અને તળપદા કોળી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

પૂર્વ સાંસદ સોમાભાઈએ એક ઘા અને બે કટકા જેવી વાત કરતા આ સંમેલનમાં જણાવ્યું હતું કે લોકસભાની સુરેન્દ્રનગર બેઠક પર તળપદા કોળી સમાજના બે લાખ ૮૦ હજાર જેટલા મતદારો છે. યારે ચુવાળીયા કોળી સમાજના મતદારોની સંખ્યા માંડ દોઢ લાખ થવા જાય છે. આમ છતાં તેને ટિકિટ આપીને ભાજપે તળપદા કોળી સમાજની અવગણના કરી છે. આ કોઈ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે અને અમે ભાજપની વિરોધમાં મતદાન કરવા માટે ઝુંબેશ ચલાવીશું.


પૂર્વ સાંસદ સોમાભાઈએ જણાવ્યું હતું કે ભાજપે ટિકિટ આપી દીધી છે તે પાછી લઈને ઉમેદવાર બદલવા જોઈએ. જો આમ નહીં કરે તો અમે તેનો વિરોધ કરીશું અને મને જો કોંગ્રેસ ટિકિટ આપશે તો પણ હત્પં લડવા માટે તૈયાર છું


ઉમેદવાર સામે આયાતીના આક્ષેપો

તળપદા કોળી સમાજના આગેવાનો ચંદુભાઈ સિહોરાને આયાતી ઉમેદવાર ગણાવે છે. ગઈકાલે મળેલા સંમેલનમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે મોરબી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ચંદુભાઈ સિહોરા મોરબીમાં રહે છે અને તેને સુરેન્દ્રનગર સાથે કાંઈ લાગતું વળગતું નથી. જો કે, વિરોધનો મુળ મુદ્દો ઉમેદવાર ચુંવાળિયા કોળી હોવાનો છે

ભાજપ માટે બેવડી ઉપાધિ: ડેમેજ કંટ્રોલ શરૂ

વડોદરા જેવી જ સ્થિતિ સુરેન્દ્રનગર બેઠક પર થઈ હોવાની જાણ થતા જ ભાજપની સમગ્ર ટીમ ડેમેજ કંટ્રોલના કામમાં લાગી ગઈ હોવાનું જાણવા મળે છે. સૂત્રોના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર ખાતે તળપદા કોળી જ્ઞાતિના વિધાર્થીઓની બોડિગ ખાતે મળેલી આ બેઠકની વિગતો પ્રદેશ ભાજપમાંથી મંગાવવામાં આવી છે અને કોળી સમાજના આગેવાનોને ડેમેજ કંટ્રોલ માટે સૂચના આપવામાં આવી છે. ભાજપના એક આગેવાને જણાવ્યું હતું કે અમારા માટે આ બેઠક પર બેવડી ઉપાધિ છે. કોળી મતદારોના પ્રભુત્વવાળી આ બેઠકમાં જો કોઈ સમાધાન નહીં થાય તો કોળી મતદારોના વિભાજનની મોટી બીક છે. બીજું સુરેન્દ્રનગરની આ બેઠક પર ક્ષત્રિય સમાજના મતદારોની સંખ્યા ચૂંટણીના પરિણામ પર પ્રભાવ પાડી શકે તેટલી વધારે છે અને અત્યારે ક્ષત્રિયો પણ પુષોત્તમ પાલાના નિવેદનથી નારાજ છે. આ બંને બાબતમાં ડેમેજ કંટ્રોલ ચાલુ છે પરંતુ તેનું કેવું પરિણામ આવે છે ?તેના પર ઘણું બધું નિર્ભર છે.


સી.આર. પાટીલ રાજકોટમાં બપોરે સુરેન્દ્રનગર જશે
ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ આજે સવારે રાજકોટ આવી પહોંચ્યા હતા અને વીવીપી કોલેજ ખાતે ના સેન્ટ્રલ હોલમાં સવારે ૧૦ વાગ્યે ભાજપ સોશિયલ મીડિયાના કાર્યકરો સાથે મીટીંગ નું આયોજન કયુ હતું. એકાદ કલાકથી વધુ સમય આ મીટીંગ ચાલુ રહી હતી અને ત્યાર પછી ૧૧:૩૦ વાગ્યે કાલાવડ રોડ ઉપર બીએપીએસ મંદિરના હોલમાં રાજકોટ શહેર અને જિલ્લાના તમામ બુથના પ્રમુખો, શકિત કેન્દ્રના ઇન્ચાર્જ કાર્યકરો વગેરે સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ મંદિર ખાતેની આ મીટીંગ પૂરી કરીને પાટીલ બપોરે ૧૨:૩૦ વાગ્યે યાજ્ઞિક રોડ પર ઇમ્પીરીયલ પેલેસ હોટેલ ખાતે આવી પહોંચ્યા હતા અને અહીં પત્રકાર પરિષદને સંબોધન કરી બપોરનું ભોજન લઈને સુરેન્દ્રનગર જવા નીકળી ગયા હતા. સુરેન્દ્રનગરમાં બપોરે ૦૩:૦૦ વાગે બુથ કાર્યકર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application