કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીને કોહલીએ આપી 2 કરોડની BMW કાર, ધોનીએ કરી 80 લાખની બાઈક ગિફ્ટ 

  • January 26, 2023 12:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી કેએલ રાહુલ અને બોલિવૂડ અભિનેત્રી આથિયા શેટ્ટીને લગ્ન પ્રસંગે ખૂબ જ મોંઘી ભેટ મળી છે. આ લિસ્ટમાં વિરાટ કોહલીની ગિફ્ટ પણ સામેલ થઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન કોહલીએ રાહુલ અને આથિયાને BMW કાર ગિફ્ટ કરી છે. જ્યારે મહેન્દ્ર સિંહ ધોનીએ કાવાસાકી નિન્જા બાઇક ગિફ્ટ કરી છે. તેની કિંમત લગભગ 80 લાખ રૂપિયા છે. જ્યારે BMW કારની કિંમત 2 કરોડ રૂપિયાથી વધુ છે.

વાસ્તવમાં ટીમ ઈન્ડિયાના ખેલાડી કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીએ તાજેતરમાં જ લગ્ન કર્યા છે. રાહુલ અને આથિયા 23 જાન્યુઆરીના રોજ લગ્નના બંધનમાં બંધાયા છે. બંનેને ઘણી મોંઘી ભેટ મળી છે. 'ટાઈમ્સ ઓફ ઈન્ડિયા' પર પ્રકાશિત એક સમાચાર અનુસાર, વિરાટ કોહલીએ આથિયા અને રાહુલને BMW કાર ગિફ્ટ કરી છે. તેની કિંમત 2 કરોડ રૂપિયાથી વધુ છે. ભારતીય ટીમના પૂર્વ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીએ પણ એક મોંઘી ભેટ આપી છે. ધોનીએ કાવાસાકી નિન્જા બાઇક ગિફ્ટ કરી છે. તેની કિંમત લગભગ 80 લાખ રૂપિયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application