જાણો તમારા માટે કયા જ્યોતિર્લિંગની પૂજા છે મહત્વની ?? રાશિ અનુસાર જાણી લો નામ, શુભફળની થશે પ્રાપ્તિ

  • February 18, 2023 04:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મહાદેવના 12 જ્યોતિર્લિંગ છે, જે 12 રાશિઓથી સંબંધિત છે. રાશિ પ્રમાણે જ્યોતિર્લિંગની પૂજા કરવાથી શુભ ફળ મળે છે. જાણો રાશિ પ્રમાણે કયા જ્યોતિર્લિંગની પૂજા કરવી જોઈએ.


મેષ (સોમનાથ) - સોમનાથ જ્યોતિર્લિંગ ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલું છે. તેને પૃથ્વીનું પ્રથમ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે.કહેવાય છે કે ચંદ્રદેવે તેની સ્થાપના કરી હતી. જો મેષ રાશિવાળા લોકો સોમનાથ જ્યોતિર્લિંગની પંચામૃતથી પૂજા કરે છે તો તેમને ચંદ્ર અને શિવના આશીર્વાદ મળે છે.

વૃષભ રાશિ (મલ્લિકાર્જુન) – મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ આંધ્ર પ્રદેશમાં કૃષ્ણા નદીના કિનારે શ્રીશૈલ નામના પર્વત પર આવેલું છે. જો વૃષભ રાશિના લોકો મલ્લિકાર્જુનની પૂજા કરે છે તો તેમને શુભ ફળ મળે છે.


મિથુન રાશિ (મહાકાલેશ્વર) – મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ ઉજ્જૈન, મધ્ય પ્રદેશમાં આવેલું છે. આ એકમાત્ર દક્ષિણમુખી જ્યોતિર્લિંગ છે. મિથુન રાશિવાળા લોકો મહાકાલેશ્વરનું ધ્યાન કરતી વખતે 'ઓમ નમો ભગવતે રુદ્રાય' મંત્રનો જાપ કરે છે, તો તેમને ક્યારેય અકાળ મૃત્યુનો ભય નથી રહેતો.

કર્ક રાશી (ઓમકારેશ્વર) – ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ મધ્ય પ્રદેશના ઈન્દોર પાસે આવેલું છે. કર્ક રાશિના લોકોએ આ જ્યોતિર્લિંગની પૂજા અને ધ્યાન કરવું જોઈએ.

સિંહ રાશિ (બૈજનાથ) - શ્રી વૈદ્યનાથ શિવલિંગને તમામ જ્યોતિર્લિંગોમાં નવમું સ્થાન મળ્યું છે. આ જ્યોતિર્લિંગ સિંહ રાશિ સાથે સંબંધિત છે. સિંહ રાશિના લોકોએ બાબા વૈદ્યનાથ જ્યોતિર્લિંગની પૂજા કરવી જોઈએ. તેનાથી વેપાર, પરિવાર, રાજકારણ કે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.

કન્યા રાશિ (ભીમાશંકર) – આ જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં સહ્યાદ્રી નામના પર્વત પર આવેલું છે. કન્યા રાશિવાળા લોકોએ ભીમાશંકર જ્યોતિર્લિંગની પૂજા કરવી જોઈએ. જો કન્યા રાશિવાળા લોકો શિવલિંગને દૂધ અને ઘીથી સ્નાન કરાવે છે તો ભીમાશંકર તેનાથી પ્રસન્ન થાય છે.

તુલા રાશિ (રામેશ્વર) - તમિલનાડુ રાજ્યમાં રામનાથ પુરાણ નામના સ્થાન પર સ્થિત રામેશ્વર જ્યોતિર્લિંગ તુલા રાશિ સાથે સંબંધિત છે. તેમની પૂજા અને દર્શન કરવાથી દામ્પત્ય જીવનમાં પ્રેમ અને સંવાદિતા રહે છે.

વૃશ્ચિક રાશિ (નાગેશ્વર) – વૃશ્ચિક રાશિવાળા લોકો માટે ગુજરાતના દ્વારકા જિલ્લામાં સ્થિત નાગેશ્વર જ્યોતિર્લિંગની પૂજા કરવી શુભ છે.

ધનુરાશિ (કાશી વિશ્વનાથ) – ઉત્તર પ્રદેશના વારાણસીમાં સ્થિત કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ ધનુરાશિ સાથે સંબંધિત છે.

મકર (ત્ર્યંબકેશ્વર) – મકર રાશિના લોકોએ ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગની પૂજા કરવી જોઈએ. આ જ્યોતિર્લિંગ નાસિક શહેરમાં આવેલું છે.

કુંભ (કેદારનાથ) - ઉત્તરાખંડમાં સ્થિત કેદારનાથ જ્યોતિર્લિંગ કુંભ રાશિ સાથે સંબંધિત છે. કુંભ રાશિના લોકોએ કેદારનાથ શિવલિંગને પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ અને પછી કમળના ફૂલ અને ધતુરા અર્પણ કરવી જોઈએ.

મીન (ઘુષ્મેશ્વર) – મીન રાશિના લોકોએ મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં સ્થિત ઘુષ્મેશ્વર જ્યોતિર્લિંગની પૂજા કરવી જોઈએ. આ જ્યોતિર્લિંગ 12મા જ્યોતિર્લિંગ તરીકે પ્રસિદ્ધ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application