રશિયા અને યુક્રેન વચ્ચે બે વર્ષથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. અત્યાર સુધી કોઈ પણ દેશ આ યુદ્ધમાં નિણર્યિક લીડ લઈ શક્યો નથી. એક તરફ પશ્ચિમી દેશો યુક્રેનને સતત હથિયારો સપ્લાય કરી રહ્યા છે. તો હવે રશિયાને પણ યુદ્ધમાં મોટી મદદ મળી છે. દક્ષિણ કોરિયાની ગુપ્તચર એજન્સીઓએ દાવો કર્યો છે કે ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને યુક્રેન સાથેના યુદ્ધમાં રશિયાની મદદ માટે હજારો સૈનિકો મોકલ્યા છે. થોડા દિવસો પહેલા જ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને કિમ જોંગની મુલાકાત થઈ હતી અને બંને દેશોએ ઘણા મોટા કરાર કયર્િ હતા.
દક્ષિણ કોરિયાની ગુપ્તચર એજન્સીઓએ કહ્યું છે કે ઉત્તર કોરિયાએ યુક્રેન સાથેના યુદ્ધમાં રશિયાની મદદ માટે 12,000 સૈનિકો મોકલ્યા છે. દક્ષિણ કોરિયાની ન્યૂઝ એજન્સીએ આ જાણકારી આપી છે. ઉત્તર કોરિયાના સૈનિકો રશિયાને મદદ કરવા માટે પહેલાથી જ રવાના થયા છે. જો કે, એનઆઈએસએ આ સમાચારની તાત્કાલિક પુષ્ટિ કરી નથી.
દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ રશિયાની મદદ માટે ઉત્તર કોરિયાના સૈનિકો મોકલવાના મુદ્દે ઈમરજન્સી બેઠક યોજી છે. રાષ્ટ્રપતિ યુન સુક યેઓલના કાયર્લિયે જણાવ્યું છે કે રાષ્ટ્રપતિએ આપાતકાલીન બેઠકની અધ્યક્ષતા કરી છે. અત્યાર સુધી સરકારે એ વાતની પુષ્ટિ કરી નથી કે તેણે ઉત્તર કોરિયા દ્વારા સૈનિકો મોકલવાના સમાચારને પ્રમાણિક માન્યા છે કે નહીં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં દુકાનમાં થયેલી રોકડની ચોરીનો ગણતરીની કલાકોમાં LCB એ ભેદ ઉકેલ્યો
December 23, 2024 11:44 AMદ્વારકા જિલ્લામાં આગામી ચૂંટણી અન્વયે મતદારયાદીની પ્રાથમિક પ્રસિધ્ધિ
December 23, 2024 11:44 AMટ્રમ્પે ભારતીય મૂળના શ્રીરામ કૃષ્ણનની એઆઈ નીતિ સલાહકાર તરીકે નિયુકિત કરી
December 23, 2024 11:43 AMધ્રોલ પાસેના સોલાર પ્લાન્ટમાં થયેલી ચોરી, સાત શખ્સોને પોલીસે મુદ્દામાલ સાથે દબોચી લીધા
December 23, 2024 11:43 AMપ્રથમ વખત જીવંત કોષોને અવકાશમાં થશે પરીક્ષણ
December 23, 2024 11:42 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech