પોપટપરામાં આવેલા કૃષ્ણનગરમાં ચાર દિવસ પૂર્વે ક્રાઇમ બ્રાંચની ટીમે જાહેરમાં ચાલતું જુગારધામ ઝડપી લઇ નામચીન શખસો સહિત નવને ઝડપી લીધા હતાં.દરમિયાન આ ગુનામાં જામીનમુકત થયેલા બે આરોપીઓ સહિત ત્રણ શખસોએ મળી પરસાણાનગરમાં રહેતા શખસે જુગાર અંગેની પોલીસને બાતમી આપ્યાનો ખાર રાખી તેના પર પાઇપ વડે હુમલો કરી તેની પાસેથી રૂ.8200 બળજબરીપૂર્વક પડાવી લઇ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ અંગે યુવાનની ફરિયાદ પરથી પ્ર.નગર પોલીસે ત્રણ શખસો સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
જુગારના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, શહેરના જામનગર રોડ પર પરસાણાનગર શેરી નંબર-1 માં રહેતા કમલેશ ઉર્ફે ટીંકુ ગોવિંદભાઈ નેબાણી (ઉ.વ 32) દ્વારા પ્ર.નગર પોલીસ સ્ટેશન નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે મોહસીન મોટાણી, ભોમેશ્વરમાં રહેતા જુબેર ઉર્ફે ટીંકુ અને સદામના નામ આપ્યા છે.
યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે અહીં પરસાણાનગરમાં રહે છે અને 150 ફૂટ રીંગ રોડ ગોકુલધામ ખાતે કમલેશ સાયકલ સ્ટોર નામની દુકાન ચલાવે છે ગત તારીખ 22/9/2024 ના સવારે બારેક વાગ્યા આસપાસ પોપટપરા દેવી હોલ પાછળ શેરીમાં મોહસીને ફોન કરી બોલાવ્યો હતો. જેથી યુવાન અહીં જતા આ ત્રણેય શખસો અહીં હાજર હોય જેમાંથી મોહસીને કહ્યું હતું કે, તે બાતમી આપી તારીખ 20/9 ના રોજ જુગારની રેડ પડાવી હતી તેમ કહી મોહસીન તથા જુબેર અને સદામે પાઇપ વડે યુવાનને માર મારવા લાગ્યા હતા તેમજ આ શખસોએ યુવાન પાસેથી બળજબરીપૂર્વક રૂપીયા 8200 પણ પડાવી દીધા હતા. ડરી ગયેલા યુવાને કહ્યું હતું કે, મારી બાઈક અને મોબાઈલ જોતો હોય તો લઈ જા પરંતુ તે લઈ ગયો ન હતો અને અહીં આસપાસ માણસો એકત્ર થઈ જતા યુવાનને વધુ મારામાંથી બચાવ્યો હતો આ સમયે મોહસીને કહ્યું હતું કે, હું તને જાનથી મારી નાખીશ હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જે તે સમયે તેણે ફરિયાદ નોંધાવી ન હતી. બાદમાં પરિવારજનોને આ બાબતે વાત કરતા તેણે હિંમત આપતા અંતે આ મામલે તેણે આ ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત તારીખ 20 ના રોજ ક્રાઈમ બ્રાન્ચની ટીમે પોપટપરાના કૃષ્ણનગરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા નવ શખ્સોને ઝડપી લીધા હતા અને પટમાંથી રોકડ રૂપિયા કબજે કયર્િ હતા. જેમાં મોહસીન મોટાણી અને સદામ પણ સામેલ હોય જે ગુનામાં જામીનમુક્ત થયા બાદ જુગારની બાતમી આપ્યાનો રાખી રાખી યુવાન પર આ હુમલો કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરણજીતસાગર રોડ પર ગેરકાયદે દુકાનોના બાંધકામ પર બુલડોઝર
December 23, 2024 12:32 PMજામનગરમાં ઘુઘરા વહેંચતા યુવાને મેળવ્યુ બીએસએફમાં સ્થાન
December 23, 2024 12:29 PMદ્વારકામાં 1108 આહિર બાળકો દ્વારા ભગવદ્ ગીતાના શ્ર્લોકોનું સમૂહ પઠન
December 23, 2024 12:22 PMકાલાવડની મુલાકાતે હિન્દૂ સેના પહોંચી
December 23, 2024 12:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech