ફરહાન અખ્તરના નિર્દેશનમાં બની રહેલી રણવીર સિંહની ફિલ્મ 'ડોન 3' માટે કિયારા અડવાણીએ તગડી મોટી ફી લીધી છે. જે કદાચ રણવીર સિંહની ફી કરતા પણ વધુ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.આ આંકડો નાનોસુનો નહી, 13 કરોડ છે.
બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના જાણીતા નિર્દેશક, અભિનેતા અને ગાયક ફરહાન અખ્તરે થોડા દિવસો પહેલા કિયારા અડવાણીને ફિલ્મ 'ડોન 3'માં કાસ્ટ કરવા અંગે મોટી જાહેરાત કરી હતી. આટલા વર્ષોમાં આ પહેલીવાર હશે જ્યારે કિયારા અડવાણી અને રણવીર સિંહ મોટા પડદા પર રોમાન્સ કરતા જોવા મળશે.
આ જોડીને 'ડોન 3'માં જોવા માટે દર્શકો ઉત્સુક છે. આ સમયે જે રિપોર્ટ્સ સામે આવ્યા છે તેનાથી કિયારા અડવાણીના ફેન્સ પણ ચોંકી ગયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કિયારા અડવાણીને ફિલ્મ 'ડોન 3'માં કાસ્ટ કરવા માટે નિર્માતા પાસેથી તગડી રકમ લીધી છે.
ડોન 3માં મેકર્સે રણવીર સિંહની સામે કિયારા અડવાણીને કાસ્ટ કરવાનું નક્કી કર્યું. કહેવામાં આવી રહ્યું છે કે કિયારા અડવાણીએ 'ડોન 3' માટે 13 કરોડ રૂપિયાની મોટી રકમ ચાર્જ કરી છે. મીડિયા રિપોર્ટ મુજબ આ રકમ ફિલ્મના લિડ એક્ટર રણવીર સિંહ કરતા પણ વધુ હોવાનું જણાય રહ્યું છે.
રણવીર સિંહ અને કિયારા અડવાણીએ ફિલ્મ 'ડોન 3' માટે ટ્રેનિંગ શરૂ કરી દીધી છે. ઘણા રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે 'ડોન 3'નું બજેટ અગાઉની બે ફિલ્મો કરતાં ઘણું વધારે હશે. કિયારા અડવાણીના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેત્રીની લાઇનઅપમાં હૃતિક રોશન અને જુનિયર એનટીઆરની 'વોર 2' પણ છે.
ખરેખર, કિયારા અડવાણી ફિલ્મ 'ડોન 3'માં મહત્વની ભૂમિકામાં જોવા મળશે. એવા સમાચાર હતા કે કૃતિ સેનનને પહેલા પસંદ કરવામાં આવી રહી છે. પરંતુ બાદમાં કિયારાનું નામ ફાઈનલ કરવામાં આવ્યું હતું.
બંનેના નામ શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા પરંતુ રણવીર સિંહ ફિલ્મમાં કિયારાને કાસ્ટ કરવા માટે ઉત્સાહિત હતો. આ બંનેની ઑફ સ્ક્રીન સારી બોન્ડ છે. કદાચ તેથી જ અભિનેતાએ કિયારાને હા પાડી. ત્યારબાદ ફરહાન એક્ટ્રેસ પાસે ગયો અને તેને તેના રોલ વિશે જણાવ્યું, જેના માટે તે પણ સંમત થઈ ગઈ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરંગબાઇ મંદિર સામે ૪૦ કરોડની કિંમતી જમીન પરનું દબાણ થયુ દૂર
May 10, 2025 03:18 PMકુતિયાણામાં પોણો ઇંચ વરસાદ વરસ્યો
May 10, 2025 03:15 PMપોરબંદરને પ્રવાસન ધામ તરીકે વિકસાવવા થયા મહત્વના સૂચનો
May 10, 2025 03:14 PMઓફિસમાં બોલાવી દુષ્કર્મના આરોપીની ધરપકડ સામે હાઇકોર્ટનો હંગામી સ્ટે
May 10, 2025 03:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech