કચ્છમાં પાકિસ્તાનના વધુ બે ડ્રોન તોડી પાડવામાં આવ્યા છે. અબડાસાના સાંઘી નજીક તથા ભુજના નાગોર પાસે ડ્રોન તોડી પડાયા છે. ભુજમાં યુદ્ધની સ્થિતિને લઈને મુખ્ય બજારો બંધ કરાવાઈ રહ્યા છે. ત્યારે તે પહેલાં શહેરીજનો જીવન જરૂરિયાતનો સામાન લેવા માટે દુકાનોમાં ઉમટ્યા છે.
નાગરિક ધર્મ નિભાવવા કચ્છ કલેક્ટરની અપીલ
કચ્છ કલેક્ટર આનંદ પટેલે નાગરિક ધર્મ નિભાવવા લોકોને અપીલ કરી છે. દરેક નાગરિકોને રાત્રે તમામ લાઈટ બંધ રાખીને "સ્વયંભૂ સંપૂર્ણ બ્લેકઆઉટ"માં સહભાગી બનવા અને બિનજરૂરી ઘરની બહાર નહીં નીકળવા અપીલ કરાઈ છે. આ સાથે કોઈ જ ખોટી અફવાઓથી દોરાઈને ગભરાવવાની જરૂર ન હોવાનું અને સોશિયલ મીડિયામાં કોઈપણ વિવાદીત કે વિસંગત પોસ્ટ નહીં કરવા સૂચન કરાયું છે.
ખાવડા બંધ, લોકોને ઘરે જવા અપીલ
ભુજ તાલુકાના બોર્ડરની નજીકના ખાવડા ખાતે તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યું છે. સાવચેતીના ભાગરૂપે લોકોને પોતાના ઘરો તરફ નીકળી જવા વિનંતી કરવામાં આવી રહી છે.
કચ્છમાં નાગરિકોને દિવસ દરમિયાન ઘરમાં જ રહેવા સૂચના
કચ્છ જિલ્લાના તમામ નાગરિકોને દિવસ દરમિયાન ઘરમાં જ સુરક્ષિત રહેવા તેમજ કોઇપણ નાગરિકો બિનજરૂરી બહાર ન નીકળે તથા રાત્રિ દરમિયાન પણ સ્વયંભૂ બ્લેકઆઉટનું પાલન કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૂચન કરાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech