ઓરીએન્ટ ફેકટરી પાછળથી ખુંખાર દીપડો ઝડપાયો

  • September 04, 2024 02:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદરની ઓરીએન્ટ ફેકટરી પાછળ ખુંખાર દીપડાને વનવિભાગની ટીમે પકડી પાડયો હતો.
પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલી ઓરિએન્ટ ફેકટરી પાછળ વાડી વિસ્તારમાં બપોરના સમયે એક ખુંખાર દીપડો નજરે ચડતા આ વિસ્તારના લોકો ભયમાં મુકાઇ ગયા હતા. અને જંગલખાતાને જાણ કરતા વનવિભાગે તે વિસ્તારમાં પાંજરુ મુકયુ હતુ અને રાત્રિના સમયે દીપડો પાંજરે પુરાયો ત્યારે સ્થાનિકોએ રાહતનો શ્ર્વાસ લીધો હતો. પોરબંદર વન વિભાગ ટીમના સભ્યો આ કામગીરીમાં રોકાયેલા હતા જેમાં ડી.એફ.ઓ. લોકેશ ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ આર.એફ.ઓ. સામત ભમ્મર, પોરબંદર વનવિભાગની ટીમના મહેન્દ્રભાઇ ચૌહાણ, પ્રતીક ઓડેદરા, મનીષ ગરચર અને મુન્નાબાપુ સહિતની ટીમ આ કામગીરીમાં રોકાઇ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application