શહેરમાં ખોડલધામ અને સરદારધામ વચ્ચે ચાલી રહેલો વિવાદ હિંસક બન્યો છે. ભાજપના પૂર્વ કોર્પોરેટર અને સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા પર જીવલેણ હુમલો થયો છે. આ હુમલામાં ખોડલધામ સાથે સંકળાયેલા PI સંજય પાદરીયાનું નામ સામે આવ્યું છે.
ઘટનાની વિગતો અનુસાર મવડી-કણકોટ રોડ પર આવેલા એક પાર્ટી પ્લોટમાં આ હુમલો થયો હતો. સરદારધામના ઉપપ્રમુખ બન્યા બાદ જયંતિ સરધારા પર ખોડલધામના PI સંજય પાદરીયાએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યારબાદ તેમના પર હુમલો કર્યો હતો. જયંતિ સરધારા લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
જયંતિ સરધારાએ આરોપ લગાવ્યો છે કે, સંજય પાદરીયાએ તેમને એક ખુણામાં લઈ જઈને ગાળો ભાંડી હતી ત્યારબાદ હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ ઘટનાથી રાજકોટમાં તણાવનું વાતાવરણ છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. સંજય પાદરીયાની ધરપકડ કરવા માટે પોલીસ ટીમો દોડતી થઈ છે.
જયંતિ સરધારાએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું હતુ કે, ''જૂનાગઢ ટ્રેનિંગ સેન્ટરના PIએ મવડી-કણકોટ રોડ પરના પાર્ટી પ્લોટમાં કાર્યક્રમમાં હતો ત્યાં મને એક ખુણામાં લઈ જઈને કિધું કે, તુ સમાજનો ગદ્દાર છે. તે સરદારધામના ઉપ પ્રમુખનો ચાર્જ શુ કામ લીધું. અમારે ખોડલ ધામ અને સરદાર ધામને વેર-ઝેર છે નરેશ પટેલની સામે થાય છે એટલે તને હું જાનથી મારી નાખીશ. તેણે મને હથિયાર માર્યુ હતું. બાદમાં હું બેફાન થઈ ગયો હતો.'
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech