રાજ્યમાં સમાન નાગરિક સંહિતાની અમલવારી પૂર્વે નાગરિકોના વિચારો જાણવા ખૂબ જ આવશ્યક
દેશના નાગરિકોને સમાન પ્રકારનો કાયદો અને વ્યવસ્થા મળે તેવી પરિકલ્પના આપણા બંધારણના ઘડવૈયાઓએ સેવી હતી. જે પથ પર આગળ વધતા રાજ્યમાં સમાન સિવિલ કોડ સંદર્ભે યુસીસી સમિતિ દ્વારા વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈ નાગરિકોના પ્રતિભાવો મેળવવામાં આવી રહ્યા છે. જે અન્વયે આજરોજ કલેક્ટર કચેરી ખંભાળિયા ખાતે સમાન સિવિલ કોડ સમિતિની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં સમિતિના સભ્ય શ્રી સી.એલ.મીણાએ કહ્યું કે, રાજ્યમાં સમાન નાગરિક સંહિતાનું અમલીકરણ કરવામાં આવે તે પૂર્વે નાગરિકોના વિચારો જાણવા ખૂબ જ આવશ્યક છે. નાગરિકોના વિવિધ તર્કસંગત અભિપ્રાયોના અભ્યાસ બાદ સમિતિ પોતાનો અહેવાલ સરકાર સમક્ષ રજુ કરશે.
સમિતિના સિનિયર એડવાઈઝર શ્રી શત્રુઘ્નસિંહ કહ્યું હતું કે, સમાન નાગરિક સંહિતાએ કોઇ ધર્મ કે સમાજના રીતરિવાજો બદલવા માટે નથી. સમાન નાગરિક સંહિતાએ વર્તમાન સમયની સાથે કઈ રીતે તાલમેલ કેળવી શકાય એ દિશા તરફ જવાનો એક પ્રયત્ન છે. નાગરિકો પોતાના મંતવ્ય અને સૂચનો આપે જેથી ઉત્તમ પ્રકારની આ સંહિતાનું નિર્માણ કરી શકાય એ માટે સહયોગની અપેક્ષા સમિતિના સભ્યોએ વ્યક્ત કરી હતી.
આ બેઠકમાં જિલ્લા વહીવટી તંત્ર સહીત દેવભૂમિ દ્વારકા જિલ્લાવાસીઓએ લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ, મિલકતના અધિકારો, ધર્મ આધારિત કૌટુંબિક કાયદાઓ, લીવ-ઈન રિલેશનશિપમાં મહિલાઓના અધિકારો તેમજ વારસાના અધિકારોનું રક્ષણ જેવા વિષયો પર યુસીસી સમિતિ સમક્ષ પોતાના તર્કસંગત વિચારો પ્રસ્તુત કર્યા હતાં.
રાજ્યનો કોઈપણ નાગરિક સમાન નાગરિક સંહિતા માટે વેબ-પોર્ટલ https://uccgujarat.in પર અથવા - સમાન સિવિલ કોડ સમિતિ ઑફિસ, કર્મયોગી ભવન, બ્લોક નં.૧, વિભાગ એ, છઠ્ઠો માળ, સેક્ટર ૧૦ એ, ગાંધીનગર, પિન- ૩૮૨૦૧૦ પર પોતાના મંતવ્યો અને સૂચનો રજૂ કરી શકશે.
આ બેઠકમાં કલેક્ટર રાજેશ તન્ના, નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા, જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો, કાયદા નિષ્ણાતો, ધાર્મિક સંસ્થાઓનાં અગ્રણીઓ, સામાજિક કાર્યકરોએ ઉપસ્થિત રહી યુસીસી અંગે પોતાના સૂચનો-મંતવ્યો રજૂ કર્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકાલથી રેસકોર્ષમાં ગુંજશે રાધે રાધેનો નાદ: પૂ.જીગ્નેશદાદાની કથાનો પ્રારંભ
March 29, 2025 02:39 PMચેક રિટર્નના જુદા જુદા ચાર કેસમાં કૃષિ દવા વેપારીને એક-એક વર્ષની જેલસજા
March 29, 2025 02:34 PMરાજકોટ મનપા ૪૫ મેગાવોટનો સોલાર પાવર પ્લાન્ટ સ્થાપશે
March 29, 2025 02:31 PMતું ગામડાની છો, તને કંઈ ખબર પડતી નથી પરિણીતાને પતિ સહિતનો ત્રાસ
March 29, 2025 02:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech