ખંભાળિયા: આર્થિક સંકળામણથી શ્રમિક આધેડે જિંદગી ટૂંકાવી

  • August 26, 2023 10:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા તાલુકાના મોટા માંઢા ગામે મૂળ દાહોદ જિલ્લાના સાંજેલી તાલુકાના રહીશ જાલુભાઈ રામભાઈ સંઘાડા નામના ૫૫ વર્ષના આધેડે પોતાના હાથે ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવઅંગે મૂળ સાંજેલીના અને હાલ ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામે રહેતા મીનાબેન મુકેશભાઈ નરશીભાઈ રાઠોડ (ઉ.વ. ૩૦) એ અહીંની પોલીસમાં જાહેર કરેલી વિગત મુજબ મૃતકના પત્નીને કેન્સરની બીમારી હોય અને દવાથી પણ તેમને સારું ન થતાં અને દવાખાનાનો ખર્ચ તેમને પરવડે તેમ ન હોવાથી આર્થિક સંકળામણના કારણે તેમણે આ પગલું ભરી લીધું હતું. જે અંગે ખંભાળિયા પોલીસે જરૂરી નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી.
**
ઓખાના દરિયામાં અકસ્માતે પટકાયેલા માછીમારનું અપમૃત્યુ
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ગામના મૂળ વતની અને હાલ ઓખામાં રહી અને માછીમારી કરતા ઘનશ્યામભાઈ જીવાભાઈ બારૈયા નામના ૪૯ વર્ષના કોળી માછીમાર યુવાન ગુરુવારે સાંજે ઓખાના દરિયામાં આશરે નવ નોટિકલ માઈલ દૂર તેમની જય ચામુંડા- ૨૩ બોટમાં માછીમારી કરી રહ્યા હતા, તે દરમિયાન અકસ્માતે તેઓ દરિયામાં પટકાઈ પડતા પાણીમાં ડૂબી જવાના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ ગણેશભાઈ રામજીભાઈ બારૈયા (ઉ.વ. ૨૯, રહે. કોડીનાર) એ ઓખા મરીન પોલીસને કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application