દેવભૂમિ દ્વારકા અને જામનગર અને જિલ્લામાં કુલ 33 વર્ષની સરકારી નોકરી કરીને ખંભાળિયા તાલુકાની દેરામોરા પ્રાથમિક શાળામાં 21 વર્ષ 5 મહિના અને 25 દિવસ નોકરી કરીને પોતાના વતનમાં તાપી જિલ્લામાં બદલી થતા જ્યોતિષભાઈ ભગુભાઈ ચૌધરી અને કોઠારી કૃપાબેન પ્રવીણચંદ્ર તથા ચંદુભાઈ નરશીભાઈ નકુમનો વિદાય સમારંભ રામનગર વિસ્તારમાં આવેલા દેરામોરા ખાતે યોજાયો હતો.
આ વિદાય સમારંભનું આયોજન સ્થાનિક યુવાનો, વડીલો, સરપંચ તથા શાળા પરિવાર દ્વારા કરવામાં આવ્યું. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન જીતેન્દ્રભાઈ કણજારીયા, જિલ્લા પંચાયતની સદસ્ય સંજયભાઈ નકુમ, જિલ્લા ભાજપ મહામંત્રી રસિકભાઈ નકુમ, નગરપાલિકાના મોહિતભાઈ મોટાણી, દેવભૂમિ દ્વારકા જિલ્લાના શૈક્ષિક સંઘના પ્રમુખ ઘેલુભાઈ છુછર, શિક્ષક શરાફી મંડળીના પ્રમુખ રામભાઈ ખુટી, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ જગદીશભાઈ ડેર, બ્રહ્મ સમાજના આગેવાન વિજયભાઈ રાજ્યગુરુ, અહીંના તાલુકાના કેળવણી નિરીક્ષક રામજીભાઈ નકુમ, રામનગર ગામના સરપંચ સંજનાબેન નકુમ, મારુતિ રામધૂન મંડળના મહંત સુરેશભાઈ નિમાવત, ગ્રામ પંચાયતના સભ્યો, એસ.એમ.સી.ના સભ્યો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મોટી સંખ્યામાં દેરામોરા વિસ્તારના ભાઈઓ- બહેનો, માલપુર તથા વેજલપુર અને ગોધરા કોઠારી પરિવાર અને શાહ પરિવાર, તાપી વ્યારાથી ચૌધરી પરિવારે વિદાય સમારંભમાં હાજરી આપી હતી. સાથે આગળની નોકરી માટે શુભેચ્છા પાઠવી, માદરે વતનમાં જઈને અહીં પ્રગટાવેલી શિક્ષણની જ્યોત ત્યાં પણ ચાલુ રાખે એવી શુભેચ્છાઓ સાથે વિદાય આપવામાં આવી હતી.
વિધાર્થીઓ-વાલીઓ દ્વારા અશ્રુભીની આંખે બંને પતિ-પત્નીને વિદાય આપતી વખતે તેમની આ સેવાને બિરદાવીને સુંદર કામગીરી કરનારા શિક્ષકોને ભાવભરી વિદાય આપવામાં આવી હતી. બંને શિક્ષકો તરફથી 260 બાળક તથા શાળાના શિક્ષકોને સ્મૃતિચિહ્ન આપવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPD Champions Trophy: ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી જીતીને ઇતિહાસ રચ્યો, ઇંગ્લેન્ડ 79 રનથી હરાવ્યું
January 21, 2025 09:41 PMOne Nation One Election: વન નેશન વન ઈલેક્શન પર JPC ની બીજી બેઠક 31 જાન્યુઆરીએ યોજાશે
January 21, 2025 07:56 PMટ્રમ્પે શપથ લેતાની સાથે જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી મોકલી શકાય છે પરત
January 21, 2025 07:54 PMતુર્કીના સ્કી રિસોર્ટમાં ભીષણ આગ, 66 લોકોના મોત અને અનેક ઘાયલ
January 21, 2025 07:33 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech