ખંભાળિયા: અરજીની તપાસ અર્થે ગયેલા પોલીસકર્મી પર ચાર શખ્સો દ્વારા હુમલો

  • September 18, 2024 10:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મારી નાખવાની ધમકી


ખંભાળિયા પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિદીપસિંહ સુરેન્દ્રસિંહ જાડેજા નામના પોલીસ કર્મચારી ગઈકાલે મંગળવારે સાંજના સમયે તેમને સોંપવામાં આવેલી અરજીની તપાસ અર્થે ખંભાળિયાથી આશરે 26 કી.મી. દૂર ઝાકસિયા ગામે ગયા હતા. ત્યારે ગામના ઝાપા પાસે પહોંચતા અહીં રહેલા આ જ ગામના નિલેશ જમનાદાસ કુબાવત, પ્રકાશ જમનાદાસ કુબાવત અને વીરા નાથા વેસરા તેમજ કાકાભાઈ સિંહણ ગામના મંગલદાસ પ્રભુદાસ નિમાવત નામના ચાર શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યાની તેમજ ઉશ્કેરણી કરી, આરોપી નિલેશ અને પ્રકાશએ ગાળાગાળી કરી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ખંભાળિયા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.


જે અંગે પોલીસે તમામ ચાર આરોપીઓ સામે ફરજમાં રૂકાવટ સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. ડી.જી. વસાવા દ્વારા હાથ ધરવામાં આવી છે.


શિવરાજપુરમાં યુવાન પર છરી વડે હુમલો: ત્રણ શખ્સો સામે ફરિયાદ


ઓખા મંડળના શિવરાજપુર ગામે રહેતા રાહુલભા કાનુભા ભઠ્ઠડ નામના 21 વર્ષના યુવાન સોમવારે રાત્રિના સમયે તેમના મામાના ઘરે સુતા હતા, ત્યારે આ જ વિસ્તારમાં રહેતા લખુભા નથુભા ગાદ, કેશુભા લખુભા ગાદ અને સુનિલભા ગગુભા નાયાણી નામના ત્રણ શખ્સોએ મોડી રાત્રિના સમયે તેઓના ઘરમાં અપ પ્રવેશ કરીને મામા-ભાણેજને બિભત્સ ગાળો કાઢી, ઢીકા-પાટુનો માર માર્યાની તથા આરોપી કેશુભા લખુભાએ છરી વડે ફરિયાદી રાહુલભાને ઈજાઓ કર્યાની તેમજ જાનથી મારી નાખવાની ઘમકી આપ્યાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. 

ફરીયાદીના મામાના દિકરા જુવાનસંગ અને આરોપી લખુભાનો પુત્ર કિશનભા બંને ખાસ મિત્રો હોય અને સાથે રહેતા હોય, જે આરોપી લખુભાને ગમતું ન હોવાથી ઉપરોક્ત બનાવો બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. જે અંગે પોલીસ એ ત્રણેય શખ્સો સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, જરૂરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application