કેનેડામાં ખાલિસ્તાનીઓએ યોજી પોતાની અદાલત, ટ્રુડોના મૌન પર ભારતે જતાવી આપત્તિ

  • June 21, 2024 11:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ખાલિસ્તાની ઉગ્રવાદીઓ દ્વારા વેનકુવરમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસની બહાર કહેવાતી ’સિટીઝન કોર્ટ’નંધ આયોજન કરવા અને ભારતીય વડા પ્રધાનના પૂતળાને બાળવા બદલ ભારતે ગુરુવારે કેનેડા સામે સખત વિરોધ નોંધાવ્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે ભારતે કેનેડાના હાઈ કમિશનને રાજદ્વારી નોંધ જારી કરીને ખાલિસ્તાની તત્વોની તાજેતરની કાર્યવાહી સામે આકરા શબ્દોમાં વિરોધ કર્યો છે.
ભારતે કેનેડાના હાઈ કમિશન સમક્ષ જસ્ટિન ટ્રુડો સરકાર દ્વારા કેનેડામાં ખાલિસ્તાની અલગતાવાદીઓને આપવામાં આવતા પ્રોત્સાહન સામે વાંધો વ્યક્ત કર્યો છે. કેનેડાની સંસદે ખાલિસ્તાની ઉગ્રવાદી હરદીપ સિંહ નિજ્જરની યાદમાં ’મૌન’ પાળ્યાના એક દિવસ બાદ ભારતે આ વાંધો ઉઠાવ્યો હતો. કેનેડાએ આ શરમજનક કૃત્ય એવા સમયે કર્યું છે જ્યારે 23 જૂને કનિષ્ક વિમાન દુર્ઘટનાના 39 વર્ષ પૂર્ણ થશે. ભારતે હરદીપ સિંહ નિજ્જરને આતંકવાદી જાહેર કર્યો હતો. જૂન 2023માં બ્રિટિશ કોલંબિયાના સરેમાં નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરને 18 જૂન 2023ના રોજ સરેમાં ગુરુદ્વારાના પાર્કિંગમાં ગોળી મારી દેવામાં આવી હતી. આ હુમલામાં નિજ્જરનું મોત થયું હતું. તે વેનકુવરના ગુરુ નાનક શીખ ગુરુદ્વારાના પ્રમુખ પણ હતો. નિજ્જર ખાલિસ્તાન ચળવળ સાથે સંકળાયેલા હતો. ભારત સરકારે તેને આતંકવાદી જાહેર કર્યો હતો. તે આતંકી સંગઠન ખાલિસ્તાન ટાઈગર ફોર્સ સાથે સંકળાયેલો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application