યુકેમાં ખાલિસ્તાન સમર્થકોએ ભારતીય હાઈ કમિશનરને ગુરુદ્રારામાં આવતા અટકાવ્યા

  • September 30, 2023 11:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ખાલિસ્તાન સમર્થકોએ યુકેમાં ભારતીય હાઈ કમિશનર પર હત્પમલો કરવાનો પ્રયાસ કર્યેા હતો. ભારતીય હાઈ કમિશનર એક બેઠકમાં ભાગ લેવા ગુદ્રારા પહોંચ્યા હતા. પરંતુ ખાલિસ્તાન સમર્થકોએ તેમને પ્રવેશતા અટકાવ્યા હતા. આ સિવાય તેણે હાઈ કમિશનરની કારમાં ઘૂસવાનો પ્રયાસ કર્યેા હતો. તેણે બળપૂર્વક કારનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યેા.કેનેડાએ ભારત પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિરની હત્યાનો આરોપ લગાવ્યો છે. આ પછી, વિશ્વના ઘણા દેશોમાં ભારતીય રાજદ્રારીઓની ચિંતા વધી ગઈ છે. જે દેશોમાં ખાલિસ્તાન સમર્થકો અને આતંકવાદીઓ સક્રિય છે ત્યાં ભારતીય રાજદ્રારીઓની સુરક્ષા જોખમમાં છે. ખાલિસ્તાન સમર્થકોના એક જૂથે બ્રિટનમાં ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીને સ્કોટલેન્ડમાં ગુદ્રારામાં પ્રવેશતા અટકાવ્યા હતા.એક અહેવાલ મુજબ, એક ખાલિસ્તાની સમર્થકે કહ્યું કે તેને માહિતી મળી હતી કે દોરાઈસ્વામીએ ગુદ્રારા સમિતિ સાથે મીટિંગની યોજના બનાવી છે.આ મીટિંગ આલ્બર્ટ ડ્રાઇવ પરના ગ્લાસગો ગુદ્રારામાં થવાની હતી. તેણે દાવો કર્યેા, પકેટલાક લોકોએ તેને કહ્યું કે તેનું સ્વાગત નથી. મને નથી લાગતું કે ગુદ્રારા કમિટી જે બન્યું તેનાથી બહત્પ ખુશ છે. પરંતુ બ્રિટનના કોઈપણ ગુદ્રારામાં ભારતીય અધિકારીઓનું સ્વાગત નથી. આનો એક વીડિયો પણ ખાલિસ્તાન તરફી ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન કટ્ટરવાદીઓ દ્રારા ગુદ્રારા પ્રબંધનની ટીકા પણ કરવામાં આવી હતી.ગુદ્રારા મેનેજમેન્ટ પર પણ આકરા પ્રહારો કર્યા હતા.

કટ્ટરપંથીઓએ ગુદ્રારા મેનેજમેન્ટની ટીકા કરતા કહ્યું કે યારે તેઓ ભારતીય રાજદૂતનું સ્વાગત કરી રહ્યા હતા, ત્યારે તેઓએ સંપ્રદાય પ્રત્યે કોઈ જવાબદારી દર્શાવી ન હતી. તેઓએ શરમ અનુભવવી જોઈએ. હાઈ કમિશનરને લંગર પીરસવા માટે સફેદ ટેબલકલોથ સાથેના ટેબલો દર્શાવતો વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો.ગુદ્રારા સાથે જોડાયેલા એક વ્યકિતએ વીડિયો બનાવતા મોબાઈલ છીનવી લેવાનો પ્રયાસ કર્યેા હતો. આ દરમિયાન એક ખાલિસ્તાની સમર્થક હાઈ કમિશનરની કારમાં ઘૂસવાનો પ્રયાસ કરે છે પરંતુ ત્યાં હાજર અન્ય એક વ્યકિતએ તેને આવું કરવાની મંજૂરી આપી નથી. હાઈ કમિશનરની કારનો દરવાજો ખોલવાના વારંવાર પ્રયાસો કરવામાં આવ્યા હતા. દરવાજો અંદરથી બધં હતો. બાદમાં કાર બેકઅપ કરીને ત્યાંથી જતી રહી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application