મંજૂરી વગર બાળકોની રાઇડ રાખી,ચાલુ કરવા ડાયરેકટ છેડા લગાવતા થયો ધડાકો

  • December 09, 2024 03:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સોરઠીયા વાડી સર્કલ પાસે પવનપુત્ર ચોક પાસે કોઈ પણ મંજૂરી વગર એક શખસે દ્રારા ૧૦ જેટલા હિંચકા અને જમ્પિંગ ટ્રેમ્પોલીન લગાવી દીધા હતા.અહીં ટ્રાફિકજામ થતા અહીંથી પસાર થતા વાહનચાલકોને મુશ્કેલી પડી રહી હતી.સ્થાનિક લોકોએ આ શખસને અહીંથી આ દબાણ હાટવવા કહ્યું હતું.દરમિયાન ગઇકાલે જમ્પિંગ ટ્રેમ્પોલીન ચાલુ કરવા માટે ડાયરેકટ છેડા લગાવતા ઘડાકો થતા ગભરાટ ફેલાઇ ગયો હતો. જોકે કોઇ બાળક અહીં ન હોય સદભાગ્યે કોઇ જાનહાની થઇ ન હતી. બાદમાં આ મામલે ભકિતનગર પોલીસના સ્ટાફે આ શખસ વિદ્ધ ટ્રાફિકમાં અડચણપ અને ભયજનક રીતે આ રાઇડ રાખવા અંગે ગુનો નોંધયો હતો.
આ ઘટના અંગે અહીં રહેતા જાગૃત નાગરિક સંજયભાઈ બોરીચા નામના વ્યકિતએ આક્ષેપ કર્યેા હતો કે,અહીં પવનપુત્ર ચોક પાસે એક વ્યકિત દ્રારા બાળકોના સૌપ્રથમ બે હિંચકા મુકયા હતા અને ત્યારે જ અહિંના સ્થાનિકોએ મહાનગર પાલિકાના દબાણ હટાવ શાખામાં જાણ કરતા તેઓ આ વ્યકિતને સૂચના આપી જતા રહ્યા હતા.ત્યારબાદ આ વ્યકિત એ છેલ્લા ઘણા સમયથી બાળકોનું સૌથી મોટું જમ્પિંગ ટ્રેમ્પોલીન લાવે છે અને તેમાં એર(હવા) ભરવા માટે ત્યાં આવેલા સબસ્ટેશનમાં ડાયરેકટ છેડા આપવામાં આવે છે અને જેને લઇ તે બાળકોનો જીવ જોખમમાં મૂકી રહ્યો છે.
ગઇકાલે સાંજના સમયે આ વ્યકિતએ બાળકોનું જમ્પિંગ ટ્રેમ્પોલીન ચાલુ કરવા માટે ડાયરેકટ છેડા લગાવતા થોડી જ વારમાં ધડાકો થયો હતો.જોકે આ સમયે બાળકો ત્યાં હાજરના હોય મોટી ધ્ર્ઘટના ટળી હતી.બાદમાં પોલીસ બોલાવતા ભકિતનગર પોલીસના હેડકોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ સહિતની ટીમ બનાવસ્થળે પહોંચ્યા હતા અને દૂધ સાગર રોડ પર લાખાજી રોડ પર રહેતા આ શખસ સદ્દામ યુનુસ કુરેશી(ઉ.વ ૩૪) સામે ટ્રાફિકને અડચણ પ તેમજ જાહેરમાં વાહનોને નડતર પ અંગે બાળકોના રમવાના સાધનો રાખવા અંગે ગુનો નોંધાયો હતો


પીજીવીસીએલએ બે કંપ્રેશર કબજે કર્યા: રૂા.૧.૩૦ લાખની વીજ ચોરીની ફરિયાદ
આ ઘટના અંગે રાજકોટ પીજીવીસીએલના સિટી સર્કલના અધિક્ષક ઇજનેર જે.બી.ઉપાધ્યાયનો સંપર્ક કરતા તેમણે જણાવ્યૂં હતું કે,આ ઘટનાને લઇ પીજીવીસીએલની ટીમે અહીં તપાસ કરી હતી.દરમિયાન અહીં .૧.૩૦ લાખની વીજ ચોરી ઝડપાઇ હતી.હાલ આ મામલે અહીંથી બે કંપ્રેશર કબજે કરવામાં આવ્યા છે.આ શખસ સામે વીજ ચોરી અંગે પીજીવીસીએલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News