ભગવાનને તો રાજનીતિથી દૂર રાખો: સુપ્રીમે તિરૂપતિ વિવાદ પર નાયડુને લગાવી ફટકાર

  • September 30, 2024 03:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


તિરૂપતિ લાડુમાં ચરબી અંગેના વિવાદમાં સુપ્રીમ કોર્ટના જજોએ કહ્યું કે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીએ ભગવાનને રાજકારણથી દૂર રાખવાની જર હતી. જો પ્રસાદીમાં ભેળસેળનો રિપોર્ટ બે મહિના અગાઉ આવી ગયો હતો તો નિવેદન જાહેર કરવામાં વિલબં કેમ કર્યેા? સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ બી.આર.ગઈ અને જસ્ટિસ કે.વી.વિશ્વનાથની બેન્ચે સુનાવણી વખતે કહ્યું કે પ્રસાદ ત્યારે કહેવાય છે યારે તેને ભગવાનને ચઢાવી દેવામાં આવે છે. એના પહેલા તો તે મીઠાઈ જ હોય છે. એટલા માટે ભગવાન–ભકતોનો હવાલો ન આપશો. ભગવાનને તો રાજકારણથી દૂર રાખો.
જસ્ટિસ બી.આર.ગવઈ અને જસ્ટિસ કે.વી.વિશ્વનાથનની બેંચ સમક્ષ સુબ્રમણ્યમ સ્વામીના વકીલે કહ્યું કે પ્રસાદ બનાવવા માટે વપરાતી સામગ્રી તપાસ્યા વિના રસોડામાં જઈ રહી હતી. તપાસમાં આ અંગે ખુલાસો થયો છે. તેના પર નજર રાખવાની જવાબદારી તંત્રની હોય. સિસ્ટમ તેની દેખરેખ માટે જવાબદાર હોવી જોઈએ કારણ કે પ્રસાદ દેવતાને અર્પણ થાય છે અને જનતા અને ભકતો માટે તે સૌથી પવિત્ર ગણાય છે.
કોર્ટમાં દાખલ કરાયેલી અરજીઓમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ દ્રારા કરાયેલા આરોપોની કોર્ટની નજર હેઠળ તપાસની માંગ કરવામાં આવી છે. અરજદારોનો દાવો છે કે તિરૂપતિ મંદિરમાં લાડુ બનાવવામાં પ્રાણીઓની ચરબી અને માછલીના તેલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તિપતિ મંદિરના બોર્ડ વતી વરિ એડવોકેટ સિદ્ધાર્થ અને આંધ્ર પ્રદેશ રાય વતી વરિ એડવોકેટ એડવોકેટ મુકુલ રોહતગી હાજર રહ્યા હતા. જસ્ટિસ બીઆર ગવઈએ આંધ્ર પ્રદેશ સરકાર તરફથી હાજર રહેલા વરિ વકીલ મુકુલ રોહતગીના પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, યારે તમે બંધારણીય પદ સંભાળો છો, ત્યારે તમારી પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ભગવાનને રાજકારણથી દૂર રાખવામાં આવે. કોર્ટે રોહતગીને એમ પણ પૂછયું કે, તમે એસઆઈટી માટે આદેશ આપ્યો હતો. પરિણામ આવે ત્યાં સુધી પ્રેસમાં જવાની શું જર હતી? તમે હંમેશા આવા મામલાઓમાં હાજર રહ્યા છો, આ બીજી વખત છે. ચંદ્રાબાબુ નાયડુ સરકાર વતી રોહતગીએ દલીલ કરી હતી કે આ સાચી અરજીઓ નથી. અગાઉની સરકાર દ્રારા વર્તમાન સરકાર પર પ્રહાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application