કેટરીનાએ કેરી કર્યો લાખો રૂપિયાનો ડ્રેસ

  • January 05, 2024 11:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અભિનેત્રી એ પહેરેલા લાલ ડ્રેસની કિંમત છે માત્ર 2.83 લાખ

કેટરીના કૈફે લાખો રૂપિયાનો ડ્રેસ મૂવી પ્રમોશન સમયે પહેર્યો હતો જે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયાં છે.

મેરી ક્રિસમસ ફિલ્મનાં પ્રમોશનમાં આ ડ્રેસ પહેરીને પહોંચી હતી  કેટરીના.કિંમત વાંચીને ફેન્સની આંખો પહોળી થઈ ગઈ હતી. 

કેટરીના કૈફના ફેન્સ કરોડોની સંખ્યામાં છે, સાથે જ તેમની ડ્રેસિંગ સેન્સનાં પણ મોટી સંખ્યામાં ફેન્સ છે. કેટરીના જે પહેરે તે ફેશન સ્ટેટમેન્ટ બની જાય છે. જ્યારે -જ્યારે કેટબેબી સોશિયલ મીડિયા પર નવા ફોટોઝ પોસ્ટ કરે છે, ત્યારે-ત્યારે સેકંડોમાં જ હજારો લાઈક્સ અને કમેન્ટ આવી જાય છે. ઘણાં લોકો કેટરીના કૈફની સ્ટાઈલને કોપી પણ કરે છે. બોલીવુડની આ ગોર્જિયસ ગર્લ એક મૂવીના પ્રમોશન દરમિયાન તાજતેરમાં રેડ અને બ્લેક મેક્સી ડ્રેસમાં દેખાઈ હતી. આ ડ્રેસની કિંમત એટલી છે કે આપણે તેનાથી આખી સોસાયટીનાં કપડાં ખરીદી શકીએ. સૌથી પહેલા તો કેટરીનાનો એ ફોટો જુઓ અને તેમાં તેનો ડ્રેસ જુઓ.


લાખોની કિંમત

આ જ ડ્રેસ પહેરીને કેટરીના કૈફ 'મેરી ક્રિસમસ' ફિલ્મનાં પ્રમોશન ઈવેન્ટમાં પણ જોવા મળી હતી. રેડ પ્રિન્ટેડ મેક્સી ડ્રેસમાં કેટરીના ખૂબ સુંદર લાગી રહી છે. પિંકવિલાના રિપોર્ટ મુજબ કેટરીનાએ પહેરેલો આ ડ્રેસ ખૂબ જાણીતી ફેશન પ્લાન્ટ એલસેન્ડ્રા રિચનો છે. આ બ્યુટીફૂલ રેડ મેક્સી ડ્રેસ જોવામાં જેટલો શાનદાર લાગે છે, તેની કિંમત એટલી જ ચોંકાવનારી છે. આ રેડ ડ્રેસની કિંમત 2,83,500 રૂપિયા છે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application