ઇંગ્લેન્ડની રાજપુત્રવધુ કેટ મિડલટનને કેન્સરની બીમારી

  • March 23, 2024 12:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બ્રિટિશ સિંહાસનના વારસદાર અને પ્રિન્સ વિલિયમની પત્ની તેમજ પ્રિન્સેસ ઑફ વેલ્સ કેટ મિડલટનને કેન્સર છે.અને તે કીમોથેરાપી કરાવી રહી છે. આ વાતનો ખુલાસો તેણે એક વીડિયો મેસેજ જાહેર કરીને કર્યો છે. બુધવારે રેકોર્ડ કરાયેલો આ સંદેશ શુક્રવારે જાહેર કરવામાં આવ્યો હતો. અગાઉ, કેટ મિડલટનના સ્વાસ્થ્યને લઈને સોશિયલ મીડિયા પર ઘણી અફવાઓ ફરતી થઈ હતી, ખાસ કરીને જ્યારે તે જાન્યુઆરીમાં સર્જરી પછી જાહેરમાં જોવા મળી ન હતી.વિડિયો સંદેશમાં, કેટે કેન્સરના નિદાનને ’જબરો આઘાત’ ગણાવ્યો અને કહ્યું, હું ઠીક છું અને દરરોજ મજબૂત થઈ રહી છું. કેટે જણાવ્યું કે તે કીમોથેરાપી લઈ રહી છે.કેટ મિડલટનની જાન્યુઆરીમાં પેટની સર્જરી થઈ હતી. તે સમયે એવું કહેવામાં આવ્યું હતું કે તે કેન્સર વિનાનું છે, પરંતુ પછી તપાસ રિપોર્ટમાં તેમાં કેન્સર હોવાનું બહાર આવ્યું. પેલેસ દ્વારા કેન્સરના પ્રકાર અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. કેટે તેના વિડિયો સંદેશમાં કહ્યું કે, હું દરરોજ એવી વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને મજબૂત બની રહી છું જે મને સાજા થવામાં મદદ કરશે.તેમણે આ મુશ્કેલ સમયમાં તેમની ગોપ્નીયતાનું ધ્યાન રાખવાની અપીલ કરી હતી. બ્રિટિશ શાહી પરિવાર માટે આ મુશ્કેલ સમય છે. થોડા સમય પહેલા, કિંગ ચાર્લ્સને પણ પ્રોસ્ટેટ કેન્સર હોવાનું નિદાન થયું હતું, ત્યારબાદ તેણે જાહેર કાર્યક્રમોમાં ભાગ લેવાનું બંધ કરી દીધું છે.
તેણીના સ્વાસ્થ્ય વિશે માહિતી આપતા કેટે જણાવ્યું હતું કે, જાન્યુઆરીમાં લંડનમાં મારી પેટની મોટી સર્જરી થઈ હતી અને તે સમયે એવું માનવામાં આવતું હતું કે મારી સ્થિતિ કેન્સર વિનાની છે. સર્જરી સફળ રહી હતી. જોકે, ઓપરેશન પછીના ટેસ્ટમાં કેન્સરની ખબર પડી હતી તેથી મારી તબીબી ટીમે સલાહ આપી કે મારે કીમોથેરાપીનો કોર્સ કરવો જોઈએ અને હું હવે સારવારના પ્રારંભિક તબક્કામાં છું.

કેન્સરનું નિદાન મારા માટે મોટો આઘાત: કેટ

કેટે કહ્યું કે કેન્સરનું નિદાન તેના માટે મોટો આઘાત હતો. વિલિયમ અને હું અમારા પરિવારનું સંચાલન કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છીએ. કેટ અને વિલિયમના લગ્ન 2011માં થયા હતા.બંનેને ત્રણ બાળકો છે - પ્રિન્સ જ્યોર્જ (10), પ્રિન્સેસ ચાર્લોટ (8) અને પ્રિન્સ લુઇસ (5). કેટે ફેબ્રુઆરીના અંતમાં કીમોથેરાપી શરૂ કરી હતી. તેણી અને વિલિયમ આ સમાચાર જાહેર કરવા માટે અત્યાર સુધી રાહ જોતા હતા કારણ કે તેમના બાળકોની શાળા ઇસ્ટર રજાઓ શુક્રવારથી શરૂ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application