ખંભાળિયા તાલુકા ભાજપના અધ્યક્ષ તરીકે કશ્યપ આહિરની નિમણૂક

  • April 01, 2025 09:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકા ભાજપ મંડળના અધ્યક્ષ તરીકે ખંભાળિયા તાલુકાના આદર્શ ગામ કેશોદના કર્તવ્યનિષ્ઠ, કર્મશીલ અને જનસેવામાં સદૈવ સમર્પિત સરપંચ પરિવારના કશ્યપભાઈ આહિરની નિમણૂક કરવામાં આવી છે. તેમની આ વરણીથી સ્થાનિક કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાથે સાથે પાર્ટી કાર્યકરોએ આ નિર્ણયને આવકારી, કશ્યપભાઈ આહિરને શુભકામનાઓ પાઠવી હતી. કશ્યપ અહિરના નેતૃત્વમાં ભાજપનું સંગઠન વધુ મજબૂત બનશે અને કાર્યકર્તાઓમાં નવી ઊર્જા અને સંકલ્પનો સંચાર થશે, તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News