મૂળ ગુજરાતી એવા કશ્યપ પ્રમોદ પટેલએ ભગવદ ગીતા પર હાથ રાખીને,ગર્લફ્રેન્ડની હાજરીમાં યુએસ તપાસ એજન્સી ના ડિરેકટર તરીકે શપથ લીધા. આ તપાસ એજન્સીના વડા તરીકે નિયુકત થનારા તેઓ નવમા વ્યકિત છે. શપથ ગ્રહણ સમારોહ વોશિંગ્ટનમાં વ્હાઇટ હાઉસ સંકુલમાં આઇઝનહોવર એકિઝકયુટિવ ઓફિસ બિલ્ડીંગના ઇન્ડિયન ટ્રીટી મમાં યોજાયો હતો. તેનું આયોજન યુએસ એટર્ની જનરલ પામ બોન્ડી દ્રારા કરવામાં આવ્યું હતું.યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પટેલની નિમણૂકની પ્રશંસા કરી અને એજન્ટોમાં તેમના આદરની નોંધ લીધી. ટ્રમ્પે કહ્યું ,મને કાશ ગમતો હતો અને હત્પં તેમને આ પદ પર નિયુકત કરવા માંગતો હતો કારણ કે એજન્ટો તેમના માટે ખૂબ માન રાખતા હતા. કાશ પટેલ અગાઉ સંરક્ષણ સચિવના આતંકવાદ વિરોધી ફરિયાદી અને ચીફ ઓફ સ્ટાફ તરીકે સેવા આપી ચૂકયા છે. તેમણે એફબીઆઈની પણ ટીકા કરી છે. તેમની પુષ્ટ્રિથી ડેમોક્રેટસમાં ચિંતા વધી છે, જેઓ તેમના નેતૃત્વ હેઠળ એજન્સીની સ્વતંત્રતા અંગે ચિંતિત છે. ટ્રમ્પએ કહ્યું, તેઓ આ પદ માટે શ્રે રહેશે. તેઓ ખૂબ જ મજબૂત અને કઠોર વ્યકિત છે. તેમના પોતાના વિચારો છે. ટ્રે ગૌડીએ કહ્યું કે કાશ એક અસાધારણ વ્યકિત છે અને લોકો તે સમજી શકતા નથી.સેનેટ દ્રારા પટેલની નિમણૂકને ૫૧–૪૯ મતથી મંજૂરી આપવામાં આવી હતી. બે રિપબ્લિકન સેનેટર, સુસાન કોલિન્સ (મેઈન) અને લિસા મુર્કેાવસ્કી (અલાસ્કા), તેમની નિમણૂકનો વિરોધ કરવામાં ડેમોક્રેટસ સાથે જોડાયા.
કાશ પટેલની કારકિર્દી
કાશ પટેલ ભારતીય મૂળના પિતાનો પુત્ર છે. તેમનો જન્મ એક ગુજરાતી પરિવારમાં થયો હતો. ૧૯૭૦ના દાયકામાં યુગાન્ડાના શાસક ઈદી અમીને તેમને દેશ છોડવાનો આદેશ આપ્યા બાદ કાશ પટેલના માતા–પિતા કેનેડા થઈને અમેરિકા ભાગી ગયા હતા. ૧૯૮૮માં, પટેલના પિતાને અમેરિકી નાગરિકતા મળ્યા બાદ એક વિમાન કંપનીમાં નોકરી મળી.કાશ પટેલ અગાઉ સંરક્ષણ સચિવના આતંકવાદ વિરોધી ફરિયાદી અને ચીફ ઓફ સ્ટાફ તરીકે સેવા આપી ચૂકયા છે. તેમણે એફબીઆઈની પણ ટીકા કરી છે. તેમની પુષ્ટ્રિથી ડેમોક્રેટસમાં ચિંતા વધી છે, જેઓ તેમના નેતૃત્વ હેઠળ એજન્સીની સ્વતંત્રતા અંગે ચિંતિત છે.
કાશ પટેલ ક્રિસ્ટોફર રેનું સ્થાન લેશે
કાશ પટેલ ક્રિસ્ટોફર રેનું સ્થાન લેશે, જેમને ટ્રમ્પ દ્રારા ૨૦૧૭ માં નિયુકત કરવામાં આવ્યા હતા. ટ્રમ્પ સાથેના તેમના ગાઢ સંબંધોને કારણે, હવે તેઓ પરંપરાઓનું પાલન કરશે કે કેમ તે અંગે તેમની નિમણૂક અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજુઓ પોરબંદર જિલ્લામાં જમીન પર થયેલા દબાણ અંગે કલેકટરે શું કહ્યું
April 02, 2025 01:38 PMલીંબુના ભાવમાં આકાશને આંબતો વધારો : કિલોના ₹200
April 02, 2025 01:37 PMપોરબંદરમાં રઘુવંશી એકતા દ્વારા મહાપ્રસાદી અંગે યોજાઇ બેઠક
April 02, 2025 01:36 PMજુઓ પોરબંદર આજકાલનો 22 મો જન્મદિવસ કઈ રીતે ઉજવાયો
April 02, 2025 01:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech