સિંઘમ અગેઇનની બમ્પર કમાણી છતાં નિર્માતાઓને નુકસાન
રોહિત શેટ્ટીની એક્શન મૂવી સિંઘમ અગેઇન અત્યાર સુધીની કમાણીમાં ઘણી આગળ છે છતાં ફિલ્મ હજુ સુધી નફો કમાઈ શકી નથી. તેની સામે ભૂલ ભૂલૈયા 3 હિટ ફિલ્મોની યાદીમાં સામેલ થઈ ગઈ છે.
બોલિવૂડની બે ફિલ્મો 'સિંઘમ અગેઇન' અને 'ભૂલ ભુલૈયા 3' વચ્ચે હજુ પણ ટક્કર જોવા મળી થી છે. એવામાં આઠમા દિવસે કાર્તિક આર્યનની હોરર કોમેડીએ અજય દેવગનની એક્શન ફિલ્મને માત આપી દીધી છે. જો કે અત્યાર સુધીની કમાણી વિશે વાત કરીએ તો 'સિંઘમ અગેઇન' હજુ પણ બોક્સ ઓફિસ પર મજબૂત પકડ ધરાવે છે.
અનીસ બઝમીની હોરર કોમેડી ભૂલ ભૂલૈયા 3 એ પહેલા દિવસે 35.5 કરોડની કમાણી કરી હતી અને આ ફિલ્મે અત્યાર સુધીમાં 167.25 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ફિલ્મે આઠમા દિવસે 9 કરોડની કમાણી કરી હતી.
હવે જો રોહિત શેટ્ટીની એક્શન મૂવી સિંઘમ અગેઇન વિશે વાત કરીએ તો, ફિલ્મે પ્રથમ દિવસે કુલ 43.5 કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને ફિલ્મે આઠમા દિવસે 7.50 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મે અત્યાર સુધીમાં 180.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
રિપોર્ટ્સ અનુસાર સિંઘમ અગેઇન ફિલ્મ 350 કરોડ રૂપિયાના બજેટમાં બની છે અને અત્યારે સુધી આ ફિલ્મે વર્લ્ડવાઈડ આશરે 260.50 કરોડની કમાણી કરી છે. એટલે બોક્સ ઓફિસ પર ફિલ્મ પૈસા કમાઈ રહી છે પણ હજુ સુધી નફો કમાઈ શકી નથી.
તેની સામે કાર્તિક આર્યનની ફિલ્મ ભૂલ ભુલૈયા 3એ અત્યાર સુધીમાં આશરે 170 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. આ ફિલ્મનું બજેટ 150 કરોડ રૂપિયા હોવાને કારણે આ ફિલ્મ પણ હિટ ફિલ્મોની યાદીમાં સામેલ થઈ ગઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાખાબાવળ ખાતે 1.82 કરોડના ખર્ચે રસ્તાનું નવીનીકરણ
November 14, 2024 10:49 AMપરિક્રમામાં ૭૨૦૦ દર્દીઓને સારવાર અપાઈ
November 14, 2024 10:49 AMજામનગર પટેલ કેળવણી મંડળ સામે કરવામાં આવેલ દાવો રદ કરતી અદાલત
November 14, 2024 10:45 AMપોક્સોના કેસમાં નિર્દોષ છુટકારો
November 14, 2024 10:43 AMખંભાળીયા નગરપાલિકા દ્વારા ચાલુ નોકરીએ મૃત્યુ પામેલ સફાઈ કર્મચારીના પરિવારને સહાય
November 14, 2024 10:41 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech