વેરાવળ સોસાયટી વિસ્તારોથી કાર્તિકી પૂર્ણિમા મેળાની ખાસ બસ સેવાને ખુબજ આવકાર

  • November 28, 2023 11:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જુનાગઢ અને વેરાવળ ડેપો મેનેજર ડી આર શામળાના પ્રયત્નસિલ સહકાર સાથે ગોવર્ધન હવેલી શ્રીપાલથી સોમનાથ કાર્તિકી પુનમ ના મેળામાં એસ.ટી બસ સેવાઓ ઉપલબ્ધ થયેલ જે સેવાઓ એસ ટી તંત્ર ના નિયમ અનુસાર ચોવીસ રૂપિયા ટીકીટ દરે વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજ અને સમસ્ત ખારવા સમાજના.પટેલ જીતુભાઈ મોહન ભાઈ કુહાડા અને નઞર સેવક ઉદય ભાઈ શાહ દ્વારા શ્રીફળ વધારી સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા ટ્રસ્ટના પ્રમુખ પાયલ બેન પારેખ મધુબેન રમેશભાઈ પટૃ દ્વારા બસ ને ફુલહાર કરી મો મીઠા કરાવીને પ્રારંભ કરાયેલ બસ સેવાઓ રહેણાંક વિસ્તાર શ્રીપાલ આવાસ યોજના વિસ્તાર પર આશિર્વાદ સમાન સુવિધાઓ ઉપલબ્ધ થઈ આ અવસર પર આમંત્રિત મહેમાન જીતુભાઈ મોહન ભાઈ કુહાડા નગર પાલીકા ભુતપુર્વ ઉપ પ્રમુખ ઉદય ભાઈ શાહ ગીરીશ ભાઈ જગજીવન પટૃ ને પુષ્પગુચ્છ આપી હર્ષભેર આવકાર સાથે સોની હીરાબેન સતીકુંવર સેવા ટ્રસ્ટ હરેશભાઈ સતીકુંવર દ્વારા સન્માનિત કરેલ આ કાર્યક્રમ અંતર્ગત  ગોલ્ડ અને સિલ્વર એસોસિયેશનના પ્રમુખ ગીરીશ ભાઈ જગજીવન પટૃ લોહાણા સમાજના મુકેશભાઈ ચોલેરા સમસ્ત ખારવા સમાજના ઉપ પટેલ ગોપાલ ભાઈ ફોફંડી નારણભાઈ બાંડીયા બ્રહ્મ સમાજના ઉમેશભાઈ પંડીયા સમસ્ત પરજીયા પટૃણી સોની સમાજના ભુતપૂર્વ માજી.પ્રમુખ લક્ષ્મીદાસભાઈ સાગર સહિતના મહીલા અગ્રણીઓ પાયલબેન પારેખ સોની મધુબેન રમેશભાઈ પટૃ ઉપસ્થિતી સાથે બસ સેવાઓ રહેણાંક વિસ્તાર શ્રીપાલ હવેલીથી સોમનાથ કાર્તિક પુનમના મેળાની બસ સેવાઓ ઉપલબ્ધ થયેલ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application