જામનગર શહેરમાં ચોરાઉ બાઇક સાથે બે ટાબરીયાની કરાતી અટક

  • November 01, 2023 01:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વાલ્કેશ્ર્વરી વિસ્તારમાંથી ૩ દિવસ પહેલા ચોરી કર્યાની કબુલાત

જામનગરમાં મોટર સાયકલ ચોરી કરનાર બે ટાબરીયાને પોલીસે બાઇક સાથે પકડી લીધા હતા, પૂછપરછમાં ત્રણ દિવસ પહેલા વાલ્કેશ્ર્વરી વિસ્તારમાંથી બાઇક ઉઠાંતરી કર્યાની કબુલાત કરી હતી.
જામનગરમાં વાહન ચોરીના તેમજ ઘરફોડ ચોરીના બનતા બનાવોને અટકાવવા તેમજ અન્ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ તથા નાયબ પોલીસ અધીક્ષક જે.એન.ઝાલાની સુચના અને પોલીસ ઈન્સપેકટર એચ.પી.ઝાલાના માર્ગદશન મુજબ તથા પો.સબ.ઇન્સ. એ.વી.વણકર તથા સર્વેલન્સ સ્ટાફના માણસો પ્રયત્નશીલ હતા
જામનગર સીટી બી ડીવી.પો.સ્ટે. ર૦૨૩ આઇ.પી.સી. કલમ-૩૭૯ મુજબનો ગુન્હો વણશોધાયેલ હતો આ કામે ફરીયાદીનુ વાલ્કેશ્વરી સોસાયટી ઘનશ્યામ ટ્રાવેલ્સની ઓફીસ સામે કાળા કલરનુ હીરો કંપનીનુ સ્પ્લેન્ડર મોટર સાયકલ જેના રજી નં જીજે-૧૦-ડી.બી.૪૩૪૩ વાળુ પાર્ક કરેલ હતુ તે જગ્યાએથી કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી લઈ જતા ઉપરોક્ત નંબરથી ગુન્હો દાખલ થયેલ હતો.
આ ગુન્હા શોધી કાઢવા સર્વેલન્સ સ્ટાફના માણસો પ્રયત્નશીલ હતા દરમ્યાન સ્ટાફના પો.કોન્સ બળભદ્રસિંહ જાડેજા, પો.હેડ.કોન્સ ક્રીપાલસિંહ સોઢા, પો.કોન્સ જયદીપસિંહ જાડેજા, પો.કોન્સ મયુરરાજસિંહ જાડેજાને ખાનગી રાહે હકીકત મળેલ કે ઉપરોક્ત ગુન્હાના કામે ચોરી થયેલ મો.સા સાથે બે ઈસમો બેડી પુલ તથા રેલ્વે પાટા પાસે આટા ફેરા કરે છે.
જે હકીકત આધારે સ્ટાફના માણસો બેડી પુલ નીચે વોચમા રહેતા ઉપરોક્ત મોટર સાયકલ સાથે બે ઈસમ નીકળતા તેઓને રોકી મો.સા ચાલકની પુછપરછ કરતા ઈસમ કાયદાથી સંઘર્ષિત કિશોર હોય તથા મો.સા.ની પાછળ બેસેલ ઈસમની પુછપરછ કરતા પણ કા.સ.કી. હોય જેઓની પાસે રહેલ મો.સા.ના આગળ પાછળ નંબર પ્લેટ ન હોય જેના આધારે મોટર સાઇકલના રજી. નંબર માટે પોકેટકોપ મોબાઇલ એપ્લીકેશનમાં સર્ચ કરતા ઉપરોક્ત નંબરનું જાણવા મળતા જે મોટરસાઇકલ બાબતે બંન્ને સગીરની પુછપરછ કરતા મજકુરે ત્રણેક દીવસ પહેલા જામનગર વાલ્કેશ્વરી સોસાયટી ઘનશ્યામ ટ્રાવેલ્સ ઓફીસ સામે પાર્ક કરેલ હતી ત્યાથી બંન્નેએ ચોરી કરેલ હોવાનું જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application