હસવા અને હસાવવાના કપિલ શર્મા લે છે પાંચ કરોડ

  • May 04, 2024 10:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



એક આખી ગુજરાતી ફિલ્મ બની જાય એટલી વસુલી એક એપિસોડમાં  કરે છે  કપિલ


ટીવી ઈન્ડસ્ટ્રીનો ફેમસ કોમેડિયન કપિલ શર્મા પોતાના શો ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોને લઈ ચર્ચામાં છે. આ શો માટે કપિલ શર્માએ જે ચાર્જ લીધો છે, એટલા માટે તો આપણી એક ગુજરાતી ફિલ્મ બની જાય.ટીવી ઈન્ડસ્ટ્રીના મશહુર કોમેડિયન કપિલ શર્મા અવાર-નવાર ચર્ચામાં રહે છે, જેના કારણે તે હંમેશા ચર્ચામાં રહે છે. કપિલ શર્માએ પોતાની મહેનતના દમ પર એન્ટરટેનમેન્ટની દુનિયામાં મોટું નામ કમાયું છે.


છેલ્લા થોડા સમયમાં કપિલ શર્મા એક મોટું નામ બની ગયું છે. હાલમાં કપિલ શર્માનો એક નવો શો ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહ્યો છે.એવા સમાચાર છે કે, આ માટે કપિલ શર્માએ મોટી ફી લીધી છે. તો ચાલો જાણીએ કેટલો ચાર્જ લે છે આ સ્ટારધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોમાં ફરી એક વખત કપિલ શર્મા પોતાન કોમેડીથી ચાહકોનું મનોરંજન કરી રહ્યો છે,આ શોના દરેક કલાકાર મોટી ફી લઈ રહ્યા છે.


કપિલ શર્માથી લઈ કૃષ્ણા અભિષેક, કીકૂ શારદા અને રાજીવ ઠાકુર મસમોટો ચાર્જ લઈ રહ્યા છે.ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહ્યો છે. રિપોર્ટ મુજબ કપિલ શર્મા 5 એપિસોડ માટે 26 કરોડનો ચાર્જ લઈ રહ્યો છે. એક એપિસોડ માટે 5 કરોડનો ચાર્જ લઈ રહ્યો છે. તેની સાથે સુનીલ ગ્રોવર 25 લાખનો ચાર્જ લઈ રહ્યો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application