દેશમાં લગાવવામાં આવેલી ઈમરજન્સી પર આધારિત ફિલ્મ નું ટ્રેલર કાલે થશે રિલીઝ
કંગના રનૌતની મોસ્ટ અવેટેડ ફિલ્મ ઈમરજન્સીનું ટ્રેલર 14 ઓગસ્ટના રોજ રિલીઝ થશે. અભિનેત્રીએ પોસ્ટર સાથે રિલીઝ ડેટની પણ જાહેરાત કરી છે.
4 વખત નેશનલ એવોર્ડ જીતી ચૂકેલી અભિનેત્રી કંગના રનૌતની ઈમરજન્સીનું ટ્રેલર 14 ઓગસ્ટ 2024ના દિવસે લોન્ચ કરવામાં આવશે. ભારતીય લોકતંત્રનો એક મહત્વનો અને વિવાદાસ્પદ પ્રકરણને દેખાડનારી આ રાજનીતિક ડ્રામા ફિલ્મ 6 સપ્ટેમ્બર 2024ના દિવસે દુનિયાભરમાં રિલીઝ થશે. ઝી સ્ટુડિઓ અને મર્ણિકર્ણિકા ફિલ્મના બેનર હેઠળ આવી રહેલી ઈમરજન્સની ચર્ચિત નેતા અને પહેલી મહિલા વડાપ્રધાન શ્રીમતી ઈન્દિરા ગાંધી પર બનેલી એક મોટા બજેટની ફિલ્મ છે,
ઈમરજન્સીના સ્ટાર કલાકારો સાથે એક પોસ્ટર શેર કરતા કંગનાએ કેપ્શનની સાથે ટ્રેલર રિલીઝ તારીખની પણ જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ ઈમરજન્સી ફિલ્મમાં અનુપમ ખેર, મહિમા ચૌધરી, મિલિંદ સોમન, શ્રેયસ તલપડે, વિશાક નાયર અને દિવગંત સતીશ કૌશિક પણ લીડ રોલમાં છે. ફિલ્મનું મ્યુઝિક સંચિત બલહારાએ તૈયાર કર્યું છે. જ્યારે સ્ટોરી બોર્ડ અને ડાયલોગ રિતેશ શાહે લખ્યા છે.
કંગના છેલ્લે વર્ષ 2023માં ફિલ્મ તેજસમાં જોવા મળી
કંગના રનૌત છેલ્લી વખત વર્ષ 2023માં ફિલ્મ તેજસમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં કંગના એક ફાઈટર પાયલોટના રોલમાં હતી. આ સિવાય તમિલ ફિલ્મ ચંદ્રમુખી-2માં પણ જોવા મળી હતી. વર્ષ 2022માં કંગનાઓ પોતાના પ્રોડ્યુસર તરીકેનું કામ શરુ કર્યું હતુ. ફિલ્મ ટીકુ વેડ્સ શેરુમાં પ્રોડ્યુસર તરીકે કામ કર્યું હતુ. આ ફિલ્મ નવાઝુદ્દીન સિદ્દકી અને અવનીતના એક લિપલોકના કારણે ચર્ચામાં રહી હતી.
ચૂંટણીના કારણે રિલીઝ ડેટને મોકૂફ રખાઈ
કંગના રનૌતની ફિલ્મ ઈમરજન્સી 6 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થવાની છે. આ પહેલા આ ફિલ્મ 14 જૂનના રોજ રિલીઝ થવાની હતી પરંતુ લોકસભા ચૂંટણીના કારણે રિલીઝ ડેટને મોકૂફ રાખવામાં આવી હતી. કંગના રનૌત આ વખતે લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર હિમાચલ પ્રદેશના મંડી લોકસભા સીટ પરથી જીત મેળવી છે.ફિલ્મ ‘ઇમરજન્સી’ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા દેશમાં લાગાવવામાં આવેલી ઇમરજન્સી પર આધારિત છે. આ ફિલ્મમાં કંગના લીડ રોલમાં જોવા મળશે. અભિનેત્રીએ પોતે આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે. હવે કંગના રનૌતના ચાહકો આ ફિલ્મ જોવા માટે ખુબ આતુર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપીએચડીમાં પોર્ટલ મારફત પ્રવેશ અને આકરા નિયમના કારણે ધબડકો
December 19, 2024 11:33 AMજામનગરમાં અન્નપૂર્ણા માતાજીના મંદિરે મહોત્સવ
December 19, 2024 11:31 AMએક મહિનામાં ટેકાના ભાવે મગફળીના ફૂલ ઉત્પાદનની માત્ર સાડા ત્રણ ટકા ખરીદી થઈ
December 19, 2024 11:29 AMપોરબંદરના રવિ પાર્ક વિસ્તારમાં ભૂગર્ભ ગટર ના ખાડામાં બાઈક ખાબક્યું
December 19, 2024 11:29 AMસીએની ફાઈનલનું પરિણામ ૨૬મીએ જાહેર થવાની સંભાવના
December 19, 2024 11:27 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech