ખેડૂતોને તેના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સરકાર દ્રારા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવતી હોય છે. આ મુજબ ગત તારીખ ૧૧ નવેમ્બરથી રાય સરકારે ગુજકોમાસોલ મારફત ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની શઆત ખરીદી શ કરી છે. પરંતુ ખરીદીની સમગ્ર પ્રક્રિયા એટલી બધી ધીમી છે કે ખેડૂતો ટેકાના ભાવ કરતા નીચા ભાવે માર્કેટયાર્ડમાં અને ખુલ્લા બજારમાં પોતાની મગફળીઓ વેચી રહ્યા છે.
ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રક્રિયા સાથે સંકળાયેલા સાધનો આંકડાકીય માહિતી આપી જણાવે છે કે ચાલુ વર્ષે ગુજરાતમાં મગફળીનું કુલ ઉત્પાદન ૪૨ થી ૪૫ લાખ ટન થયું છે. ગત તારીખ ૧૧ નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની ખરીદીની શઆત સરકારે કરી છે અને આજે એક મહિના પછી અત્યાર સુધીમાં કુલ ૧,૬૧,૮૮૧ ટન મગફળીની ખરીદી કરી છે. જે કુલ ઉત્પાદનના માત્ર સાડા ત્રણ ટકા જેટલી થવા જાય છે.
દસેક દિવસ પહેલા માર્કેટ યાર્ડમાં દરરોજની ૯ થી ૧૦,૦૦૦ ટન મગફળીની આવક હતી. છેલ્લા થોડા દિવસોથી તે ઘટીને પાંચથી સાત હજાર ટન થઈ ગઈ છે. સરકારે ટેકાનો ભાવ . ૧૩૫૬ જાહેર કર્યેા છે ત્યારે યાર્ડમાં . ૮૦૦ થી પિયા ૧૨૪૦ ના ભાવે વેચાઈ રહી છે. ટેકાના ભાવ કરતાં સવા સો પિયા જેટલા નીચા ભાવ મળતા હોવા છતાં ટેકાના ભાવે મગફળીની વેચાણની જટિલ અને ધીમી પ્રક્રિયામાં જવાના બદલે ખેડૂતો ખુલ્લા બજારમાં વેચીને ફટાફટ રોકડા કરી રહ્યા છે.
આ વર્ષે મગફળીનું વિપુલ ઉત્પાદન હોવાથી અને વીઘા દીઠ ઉત્પાદન પણ વધુ હોવાથી ટેકાના ભાવે મગફળી ખરીદીની ધીમી પ્રક્રિયા બાબતે ખાસ કોઈ ઉહાપોહ થતો નથી. ગયા સાહે રાજકોટની મુલાકાતે આવેલા ગુજરાત સરકારના કૃષિ વિભાગના કેબિનેટ મંત્રી અને રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ સમક્ષ પત્રકારોએ મગફળી ખરીદીને ધીમી પ્રક્રિયા બાબતે સવાલ ઉઠાવ્યો હતો. પરંતુ કૃષિ મંત્રીએ 'અમને આવી કોઈ ફરિયાદ મળી નથી અને જો ફરિયાદ મળશે તો ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે' તેવો જવાબ આપ્યો હતો. પરંતુ બીજી બાજુ આંકડાકીય માહિતી ખરીદીની પ્રક્રિયા ધીમી હોવાનું સાબિત કરે છે.
ખેડૂતો અને વેપારી વર્તુળોના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે મગફળીનું કુલ ઉત્પાદન ૪૨ થી ૪૫ લાખ ત્રણ જેટલું થયું છે અને અત્યાર સુધીમાં બજારમાં ૧૦ થી ૧૨ લાખ ટન મગફળી આવી ગઈ છે.
મગફળીની ખરીદીની પ્રક્રિયા બાબતે કેન્દ્ર વાઇસ પરિસ્થિતિ જોઈએ તો અમરેલી જિલ્લામાં ૧૨ કેન્દ્ર દ્રારા મગફળીની ખરીદી થાય છે અને અત્યાર સુધીમાં ૧૪૦૦૦ ટન મગફળીની ખરીદી કરવામાં આવી છે. દ્રારકામાં ત્રણ કેન્દ્ર મારફત છેલ્લા એક મહિનામાં ૧૫ થી ૧૬૦૦૦ ટન મગફળીની સરકારે ટેકાના ભાવે ખરીદી કરી છે જામનગર જિલ્લામાં આઠ કેન્દ્ર છે અને એક મહિનામાં ૩૦,૦૦૦ ટન મગફળીની ખરીદી સરકારે કરી છે. જુનાગઢ જિલ્લામાં ૨૭ કેન્દ્ર મારફત ૩૨,૦૦૦ ટન મગફળીની ખરીદી કરવામાં આવી છે. મોરબી જિલ્લામાં ત્રણ કેન્દ્ર છે અને અત્યાર સુધીમાં ૭૩ હજાર ટન મગફળીની ખરીદી કરવામાં આવી છે રાજકોટ જિલ્લાના ૧૫ કેન્દ્ર મારફત ૪૦,૦૦૦ ટન મગફળીની ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા પૂરી થઈ છે. પોરબંદર જિલ્લામાં અત્યાર સુધીમાં ૮૧૦૦૦ ટન મગફળી સરકારે ખરીદી છે. પાટણ જિલ્લામાં ત્રણ કેન્દ્ર છે અને માત્ર ૯૦૦ ટન મગફળીની ખરીદી થઈ છે. બોડેલી માં એક પણ ખેડૂતે મગફળી વેચી નથી. મહીસાગર જિલ્લામાં માત્ર ૧૧૩ ટન મગફળી સરકારે ખરીદી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech