કંગના રનૌતની કો સ્ટાર મલ્લિકા રાજપૂતનો આપઘાત

  • February 14, 2024 11:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એક્ટ્રેસ ઘરમાં પંખે લટકી ગઈ, નામ-દામ-પ્રતિષ્ઠા બધું રાખમાં રોળાયું

કંગના રનૌતની ફિલ્મ રિવોલ્વર રાનીમાં મહત્વનો રોલ કરનાર કો સ્ટાર અને  સિંગર મલ્લિકા રાજપૂતે પોતાના ઘેર ગળેફાંસો ખાઈ લીધો હતો.

યુપીના સુલતાનપુરમાં ઘેર જ ફાંસો ખાઈને મોત માગી લેતા ચકચાર મચી જવા પામી છે. 

ઘર કંકાશમાં અંતિમ પગલું ભર્યું હોવાની શંકાથી વધુ તપાસ ચાલી રહી છે.મ્યુઝિક ઈન્ડસ્ટ્રી તરફથી ચોંકાવનારા સમાચાર આવ્યા છે. સિંગર વિજય લક્ષ્મી ઉર્ફે મલ્લિકા રાજપૂત યુપીના સુલતાનપુરમાં તેના ઘરે રહસ્યમય સંજોગોમાં મૃત હાલતમાં મળી આવી હતી. મલ્લિકા રાજપૂતની લાશ 13 ફેબ્રુઆરીએ તેના રૂમના સીલિંગ ફેન પર લટકતી મળી આવી હતી. 

ગાયિકાની માતા સુમિત્રા સિંહે જણાવ્યું હતું કે તેમને ખબર નથી કે આ ઘટના ક્યારે બની હતી કારણ કે પરિવારના સભ્યો સૂતા હતા. મલ્લિકા રાજપૂત ઘર કંકાસથી કંટાળી જતાં અંતિમ પગલું ભર્યું હોવાનું કહેવાઈ રહ્યું છે. પોલીસે ગાયકના મૃતદેહને લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. 


કોણ હતી મલ્લિકા રાજપૂત?

35 વર્ષીય મલ્લિકા રાજપૂત ગાયિકાની સાથે સાથે અભિનેત્રી પણ હતી. તેણે 2014માં કંગના રનૌતની ફિલ્મ 'રિવોલ્વર રાની'માં કામ કર્યું હતું. આ ક્રાઇમ કોમેડી ફિલ્મમાં મલ્લિકાએ સહાયક ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત સિંગર શાનના ગીત યારા તુજેના મ્યુઝિક વીડિયોમાં પણ તે જોવા મળ્યો હતો. મલ્લિકા રાજપૂત 2016માં ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ હતી. જો કે બે વર્ષ બાદ તેમણે રાજકારણ છોડી દીધું હતું. પોતાની ફિલ્મ અને રાજકીય કારકિર્દીની ફ્લોપ નીવડયા બાદ મલ્લિકા રાજપૂત આધ્યાત્મિકતાના માર્ગે આગળ વધી હતી. 2022માં તેઓ ઉત્તર પ્રદેશના ભારતીય સવર્ણ સંઘના રાષ્ટ્રીય મહાસચિવ તરીકે ચૂંટાયા હતા. મલ્લિકા એક પ્રશિક્ષિત કથક નૃત્યાંગના પણ હતી. પાછળથી તેમણે પોતાની મેળે ગઝલો લખવાનું પણ શરૂ કર્યું, જે તેઓ વિવિધ કવિતા પરિષદોમાં રજૂ કરતા હતા. મલ્લિકા રાજપૂત પોતાની યૂટ્યૂબ ચેનલ પણ ચલાવતી હતી. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application