કન્ફર્મ: કંગના રનૌત 2024ની લોકસભા ચૂંટણી લડશે

  • December 20, 2023 10:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાજપની ટિકિટ પર ચૂંટણી મેદાનમાં પુત્રી ઝંપલાવશે તેવી કંગનાના પિતાની જાહેરાત

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત 2024ની  લોકસભા ચૂંટણી લડશે તેવી જાહેરાત તેના પિતાએ કરી છે. છેલ્લા ઘણા સમય થી આ અંગે અટકળો ચાલી રહી હતી જેના પર હવે પૂર્ણ વિરામ મૂકાઇ  ગયું છે અને પિતા એ જ જાહેરાત કરી દીધી છે. કંગના રનૌતની ફિલ્મો માટે આ વર્ષ શુભ રહ્યું નથી. પરંતુ વિદાય લેતી વખતે 2023એ તેને મોટી ભેટ આપી છે. સમાચાર છે કે તે હવે લોકસભાની ચૂંટણી લડશે. આ અંગે ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી. લોકો દાવો કરી રહ્યા હતા કે તે સાંસદ બનવા માટે ચૂંટણી લડશે. અને હવે તેના પિતાએ તેને મંજૂરી આપી દીધી છે. કહેવામાં આવ્યું છે કે તે ભારતીય જનતા પાર્ટી એટલે કે બીજેપી વતી ઉભા રહેશે. પરંતુ કઇ બેઠક પરથી તે નક્કી કરવાનું બાકી છે.અમરદીપ રણૌતે જણાવ્યું કે કંગના ભાજપની ટિકિટ પર જ ચૂંટણી લડશે, પરંતુ પાર્ટીએ નક્કી કરવાનું છે કે તે ક્યાંથી ચૂંટણી લડશે. રવિવારે કંગનાએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે કુલ્લુના શાસ્ત્રીનગર સ્થિત તેમના નિવાસસ્થાને બેઠક કરી હતી. ત્યારથી કંગના ભાજપ તરફથી ચૂંટણી લડશે તેવી અટકળોએ જોર પકડ્યું હતું. જો કે હવે તેના પિતાએ સ્પષ્ટ કર્યું છે કે તે આવતા વર્ષે ચૂંટણી લડશે.


કંગના કઈ સીટ પરથી ચૂંટણી લડશે તે હવે નક્કી થશે

કંગના ઘણીવાર પીએમ મોદીના વખાણ કરી ચૂકી છે. તે જે રીતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે, તેને જોઈને લોકોએ વિચાર્યું કે તે ચોક્કસપણે ચૂંટણી લડશે. આ સિવાય હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં આરએસએસનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કંગના રનૌતે ભાગ લીધો હતો. જો કે, અહેવાલોમાં એવી અટકળો છે કે અભિનેત્રી મંડી અથવા ચંદીગઢથી લોકસભાની ચૂંટણી લડી શકે છે. જોકે હજુ સુધી પુષ્ટિ થઈ નથી.


કંગના રનૌતની આગામી ફિલ્મો

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કંગના છેલ્લે એરિયલ એક્શન ફિલ્મ 'તેજસ'માં જોવા મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી હતી. હવે તે તેની દિગ્દર્શિત ફિલ્મ 'ઇમરજન્સી'માં પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની ભૂમિકા ભજવતી જોવા મળશે. આ ફિલ્મ શરૂઆતમાં નવેમ્બર 2023માં રિલીઝ થવાની હતી, પરંતુ તેને 2024 સુધી ધકેલી દેવામાં આવી છે. શ્રેયસ તલપડે, અનુપમ ખેર, સ્વર્ગસ્થ સતીશ કૌશિક અને મહિમા ચૌધરી પણ તેમાં મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

       



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application