કલ્કીનું બીજું ટ્રેલર રિલીઝ, અમિતાભ-પ્રભાસના એક્શન સિકવન્સ રુવાડા ખડા કરી દેશે

  • June 22, 2024 11:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કલ્કી 2898 એડી'ની રિલીઝની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ બધાની વચ્ચે મેકર્સે આ ફિલ્મનુ બીજુ ટ્રેલર પણ રિલીઝ કરી દીધુ છે. જેણે ફેંસની એક્સાઈટમેન્ટને પીક પર પહોંચાડી દીધી છે.જો ટ્રેલર આટલા દમદાર છે તો ફિલ્મ તો કેવી જોરદાર હશે તેનો અંદાઝ લોકો બાંધી રહ્યા છે.
કલ્કી 2898 એડી' વર્ષ 2024ની મોસ્ટ અવેટેડ ફિલ્મ છે. મોટા બજેટ અને મોટી સ્ટાર કાસ્ટ વાળી આ ફિલ્મના પોસ્ટરથી લઈને ટ્રેલર અને પછી પ્રી રિલીઝ ઈવેનટે કલ્કી 2898 એડીને લઈને ખુબ જ વધારે બઝ ક્રિએટ કર્યો છે.



આ બધાની વચ્ચે હવે મેકર્સે ફેંસની એક્સાઈટમેન્ટને વધારતા કલ્કી 2898 એડી નું બીજુ ટ્રેલર રિલીઝ કરી દીધુ છે. સેકન્ડ ટ્રેલરમાં અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ, પ્રભાસ અને કમલ હાસનના પાત્રને વધારે નજીકથી બતાવવામાં આવ્યા છે. બે મિનીટથી વધારે લાંબુ ટ્રેલર, કલ્કિની દુનિયા અને તેના પ્લોટ વિશે ખુલાસો કરે છે.
કલ્કી 2898 એડીના બીજા ટ્રેલની શરૂઆત અમિતાભ બચ્ચના પાત્ર અશ્વત્થમાથી થાય છે. જે દીપિકા પાદુકોણના પાત્રને દુશ્મનોથી બચાવતા જોવા મળી રહી છે અને કહે છે, "ભગવાનના અંદર સંપૂર્ણ સૃષ્ટિ વસે છે અને ભગવાન સ્વયં તમારા અંદર છે." તેના બાદ દીપિકા સહિત બીજા પણ પાત્ર નાના નાના ડાયલોગ્સની સાથે અલગ અલગ સીનમાં જોવા મળે છે.



પ્રભાસ અને અમિતાભ વચ્ચે જબરદસ્ત એક્શન
ટ્રેલરમાં પ્રભાસ અને અમિતાભ બચ્ચની વચ્ચે એક્શન સીન પણ જોવા મળી રહ્યો છે. ઘણા સમય બાદ કમલ હાસના પાત્રથી પણ પડદો ઉઠાવવામાં આવ્યો. કમલ હાસનને ઓળખવું મુશ્કેલ છે. તે કહે છે, "પેઢીઓ સુધી ફેલાયેલા અનંત અવસરો છતાં મનુષ્ય નથી બદલતો ન બદલાશે."
ઓવરઓલ બીજા ટ્રેલરે કલ્કિની દુનિયાની ઝલક આપી છે. 2 મિનિટ 22 સેકન્ડના આ ટ્રેલર બાદ લાગી રહ્યું છે કે ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application