એમઆઈ–૧૭ હેલિકોપ્ટર દ્રારા કરાવાશે ભકતોને કૈલાસ દર્શન

  • September 18, 2024 11:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતમાંથી કૈલાશ પર્વતના દર્શનની રાહ જોઈ રહેલા શ્રદ્ધાળુઓ માટે એક મોટા અને સારા સમાચાર છે. ઉત્તરાખંડના પિથૌરાગઢ જિલ્લાના જૂના લિપુલેખની પહાડીઓ પરથી એમઆઈ–૧૭ હેલિકોપ્ટર દ્રારા કૈલાશ પર્વતનું દર્શન આગામી સાહથી શ થશે. તેની જાહેરાત ૨–૩ દિવસમાં થઈ શકે છે. આ યાત્રાનો ખર્ચ ૭૫ હજાર પિયા અંદાજવામાં આવ્યો છે. યારથી ચીને કૈલાશ યાત્રાના તમામ માર્ગેા પર અવરજવર બધં કરી દીધી છે ત્યારથી ભારતીયો આ યાત્રા કરી શકતા નથી. કૈલાશ પર્વત ચીનના કબજા હેઠળના તિબેટમાં છે અને ચીનની સરહદ વ્યુ પોઈન્ટથી ૧૦ કિમી દૂર છે. વ્યુ પોઈન્ટની ઉંચાઈ ૧૪ હજાર ફટથી વધુ છે. તેથી, ફકત ૫૫ વર્ષ સુધીની વયના લોકોને જ મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે.
જૂના ટની સરખામણીએ પ્રવાસનો ખર્ચ અડધા કરતાં પણ ઓછો હશે. ૨૦૧૯ સુધી ભારતીય નાગરિકો ત્રણ માર્ગેા દ્રારા કૈલાશ પર્વત સુધી પહોંચી શકતા હતા પ્રથમ– નેપાળ, બીજું– જૂનું લિપુલેખ અને ત્રીજું– સિક્કિમ. આ માર્ગેા દ્રારા મુસાફરી ૧૧ થી ૨૨ દિવસમાં પૂર્ણ કરવામાં આવતી હતી અને તેનો ખર્ચ ૧.૬ લાખથી ૨.૫ લાખ પિયા હતો. કોરોના આવતાની સાથે જ ચીને ત્રણેય ટ બધં કરી દીધા હતા. તેથી, ભારત સરકારે જૂના લિપુલેખની પહાડીઓ પરથી કૈલાસના દર્શન કરવાનો રસ્તો શોધી કાઢો છે અને બીઆરઓએ ઘણી મુશ્કેલીથી અનેક પહાડો કાપીને આ રોડ બનાવ્યો છે

આ યાત્રા પિથોરાગઢથી શરૂ થશે
અહીંથી આર્મીનું એમઆઈ–૧૭ હેલિકોપ્ટર એક સમયે ૧૫ શ્રદ્ધાળુઓને જૂના લિપુલેખથી ૩૦ કિલોમીટર પહેલા ગુંજી ગામમાં લઈ જશે. અહીંથી ફોર બાય ફોર ટ્રેન ૨૧ કિમી આગળ નાભિધાંગ લઈ જશે. પહેલા ઓમ પર્વત જવાનું અને ત્યારબાદ તેમની સુરક્ષામાં આર્મી અને આઈટીબીપીના જવાનો શ્રદ્ધાળુઓને ૯ કિમી આગળ જૂના લિપુલેખ પાસ સુધી લઈ જશે.

કઈ રીતે કરાવાશે યાત્રા

– દરેક મુસાફરને ધારચુલા (પિથોરાગઢથી ૧૧ કિમી) ખાતે આરોગ્ય તપાસ કરાવવી પડશે.અહીં પરમિટ મળશે.
– પહેલા દિવસે પિથોરાગઢથી હેલિકોપ્ટર દ્રારા ગુંજી ગામ જવાનું અને ત્યાં રાત્રી રોકાણ
– બીજા દિવસે કાર દ્રારા આદિ કૈલાશના દર્શન માટે જોલિંગકોંગ જવાનું અને .સાંજે ગુંજી પરત ફરીને રાત્રી રોકાણ
– ત્રીજા દિવસે કૈલાસ વ્યુ પોઈન્ટ પર પાછા આવીને ત્રીજી રાત ગુંજીમાં વિતાવવાની
– ચોથા દિવસે હેલિકોપ્ટર દ્રારા પિથોરાગઢ પરત જવાનું.
એક સમયે ૧૫ શ્રદ્ધાળુ જઇ શકશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application