ગોંડલમાં રહેતા અને યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરનાર રાજકુમાર જાટ નામના યુવાનના અપમૃત્યુના કેસમાં સીબીઆઇને તપાસ સોપવાની માગણી સાથે આજરોજ રાજસ્થાનના જયપુરમાં શ્રદ્ધાંજલિ અને આક્રોશ સભાનું આયોજન કરાયું છે. જયપુરમાં આવેલા શહિદ સ્મારક ખાતે સવારે 11 વાગ્યે આ સભા શરૂ થઇ છે. જેમાં રાજસ્થાનના ધારાસભ્યો સાંસદો ઉપરાંત વિદ્યાર્થી આગેવાનો ભાગ લે તેવી શક્યતા જણાઈ રહી છે.
ગોંડલના પૂર્વ ધારાસભ્યના માણસો દ્વારા કરાયેલી મારકૂટ બાદ યુવાનનું મોત થયા હોવાના આક્ષેપો સાથેના આ ચકચારી કેસને લઈ ટ્વિટર પર હેશટેગ જસ્ટિસ ફોર રાજકુમાર ટ્રેન્ડ થઈ રહ્યું છે. જેમાં જાટ સમાજના અને અન્ય લોકોએ મોટી સંખ્યામાં ટ્વિટ કર્યા છે. એક ટિવટર યુઝરે આ કેસની સીબીઆઇ પાસે તપાસ કરાવવાની માંગણીનું પુનરાવર્તન કર્યું છે એક યુઝર લખ્યું છે કે, આ હત્યાકાંડમાં સરકાર દ્વારા આરોપીઓને બચાવવામાં આવી રહ્યા છે જે કોઈ પણ રીતે સહન કરવામાં નહીં આવે અન્ય યુઝર લખ્યું છે કે, ગરીબ પરિવાર પાસેથી તેનો પુત્ર છીનવી લેનારાઓને જેલના સળિયા પાછળ પહોંચાડવા જોઈએ.
આ ચર્ચાસ્પદ કેસમાં એવી માહિતી મળી રહી છે કે, મૃતક રાજકુમારના સિંગલ ડોક્ટર દ્વારા થયેલા પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક નિષ્ણાંત તબીબો દ્વારા થયેલા પોસ્ટમોર્ટમમાં ઇજાની સંખ્યા અંગે ખૂબ જ વિસંગતતા છે. જોકે આ બાબતે પોલીસે હજુ કોઈ સ્પષ્ટતા કરી નથી. ફોરેન્સિક નિષ્ણાંત તબીબોએ કરેલા પોસ્ટમોર્ટમમાં 42 ઇજાના નિશાન મળ્યાનું જણાવ્યું છે આ સ્થિતિમાં બસની ઠોકરથી આટલી બધી ઇજાઓ કઈ રીતે શક્ય બને તે બાબતે ખુદ ઘણા ડોક્ટરો પણ સવાલ ઉઠાવી રહ્યા છે. પરંતુ પોલીસને તેમાં કંઈ અજુગતું લાગતું નથી. આ જ કારણથી પોલીસ હજુ પણ રાજકુમારનું મોત ખાનગી બસની ઠોકરથી થયાની વાત પર અડગ છે. આ ઘટનામાં મૃતકના પિતા રતનલાલ જાટે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેના પુત્ર સામે આક્ષેપો કરતા કેસ ખૂબ જ ચર્ચાસ્પદ બન્યો છે. સમગ્ર પ્રકરણમાં પોલીસે કરેલી તપાસ સામે પણ સવાલો ઉઠયા છે. ત્યારે આ બાબતે આજરોજ જયપુરમાં આક્રોશ સભાનું આયોજન થયું છે. જેમાં સમગ્ર કેસની તપાસ સીબીઆઇને સોંપવામાં આવે તેવી માંગણી ઉઠાવવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMજામનગર:રણજીતનગર માંથી ઝડપાયું ટેમ્પો ટ્રાવેલર ચાલતું કુટણખાનું
April 02, 2025 05:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech