16 વર્ષે ન્યાય મળ્યો: સ્વાધ્યાય પરિવારના પંકજ ત્રિવેદી હત્યા કેસમાં 10 આરોપીઓને આજીવન કેદ

  • February 28, 2025 10:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદમાં 15 જૂન 2006ના રોજ સ્વાધ્યાય પરિવારના પંકજ ત્રિવેદીની થયેલી હત્યા મામલે અમદાવાદ સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો છે. આ કેસમાં 10 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ચકચાર જગાવનારા આ કેસમાં 16 વર્ષે ન્યાય મળ્યો છે.


મૂળ NRI અને સ્વાધ્યાય પરિવાર સાથે સંકળાયેલા પંકજ ત્રિવેદીની વર્ષ 2006માં અમદાવાદના એલિસબ્રિજ જિમખાના પાસે હત્યા નિપજાવવામાં આવી હતી. સ્વાધ્યાય પરિવારમાં ચાલતી ગેરરીતિઓ અંગે પંકજ ત્રિવેદીએ અવાજ ઉઠાવ્યો હતો, જેના કારણે સ્વાધ્યાય પરિવાર સાથે સંકળાયેલા લોકોએ જ તેમની હત્યા કરી નાખી હોવાનો આરોપ હતો.


અમદાવાદ સેશન્સ કોર્ટે 84 પુરાવાઓ અને 84 સાહેદોના નિવેદનને ધ્યાનમાં રાખી ચુકાદો આપ્યો છે. વર્ષ 2009માં દાખલ થયેલા કેસનો 16 વર્ષે ચુકાદો આવ્યો છે, જેમાં અમદાવાદ સેશન્સ કોર્ટે 10 આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે.


આ આરોપીઓને સજા ફટકારવામાં આવી

ચંદ્રસિંહ જાડેજા

હિતેશસિંહ ચૂડાસમા

દક્ષેશ શાહ

ભૂપતસિંહ જાડેજા

માનસિંહ વાઢેર

ઘનશ્યામસિંહ ચૂડાસમા

ભરતભાઈ તટે

ભરતસિંહ જાડેજા,

ચંદ્રકાંત ડાકી

જશુ જાડેજા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application