જસ્ટિસ યાદવની મુશ્કેલી વધી, સુપ્રીમે અલ્હાબાદ હાઈકોર્ટ પાસે રિપોર્ટ માગ્યો

  • December 11, 2024 11:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ શેખર કુમાર યાદવએ વિહિપના પ્રાંતીય સમેલનમાં બહત્પમતીના હિતમાં દેશ ચાલશે તેવું બયાન આપતા આ મુદે હોબાળો મચી ગયો છે અને હવે સુપ્રીમે આ મુદે દરમિયાનગીરી કરી છે અને અલ્હાબાદ હાઈકોર્ટ પાસે રિપોર્ટ માંગ્યો છે.ન્યાયિક જવાબદારી અને સુધારણા માટેના અભિયાને સીજેઆઈ સંજીવ ખન્નાને પત્ર લખીને જસ્ટિસ યાદવ સામે ઇન–હાઉસ તપાસની માગણી કરી છે, યારે કપિલ સિબ્બલે મહાભિયોગની માગણી કરી છે.
અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ શેખર કુમાર યાદવ દ્રારા બહત્પમતને લઈને આપેલા ભાષણ બાદ ઉભો થયેલો વિવાદ અટકવાનો નથી. આ મામલામાં જસ્ટિસ યાદવની મુસીબતો વધી રહી છે. હકીકતમાં, તેમના ભાષણ પર સંજ્ઞાન લેતા સુપ્રીમ કોર્ટે અલાહાબાદ હાઈકોર્ટ પાસે સંપૂર્ણ માહિતી માંગી છે.બીજી તરફ કેમ્પેઇન ફોર યુડિશિયલ એકાઉન્ટેબિલિટી એન્ડ રિફોર્મના કન્વીનર એડવોકેટ પ્રશાંત ભૂષણે પત્રમાં જણાવ્યું હતું કે, જસ્ટિસ યાદવે યુસીસીને સમર્થન આપતું ભાષણ આપ્યું હતું જે વિવાદાસ્પદ છે. વીએચપીના કાર્યક્રમમાં તેમની ભાગીદારી અને તેમના નિવેદનો ન્યાયિક અયોગ્યતાનું ઉલ્લંઘન છે.
વરિ વકીલ અને રાયસભા સાંસદ કપિલ સિબ્બલે જસ્ટિસ શેખર કુમાર યાદવ સામે મહાભિયોગની માંગ કરી છે. સિબ્બલે કહ્યું, તે ઈચ્છે છે કે શાસક પક્ષના લોકો અમારી સાથે જોડાય, અને આપણે સાથે આવીને આ ન્યાયાધીશ સામે મહાભિયોગ ચલાવવો જોઈએ. ન્યાયાધીશનું આ પ્રકારનું ભાષણ ન્યાયતંત્રની ગરિમાને ઠેસ પહોંચાડે છે. તેનાથી લોકોનો વિશ્વાસ નબળો પડી શકે છે. મહાભિયોગ પ્રસ્તાવ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.


જસ્ટિસ શેખર કુમાર યાદવે શું કહ્યું?
હકીકતમાં, ૮ ડિસેમ્બરના રોજ, અલ્હાબાદ હાઈકોર્ટમાં વિશ્વ હિન્દુ પરિષદના કાનૂની એકમ અને હાઈકોર્ટ એકમનું પ્રાંતીય સંમેલન હતું. જેમાં જસ્ટિસ શેખર કુમાર યાદવે કહ્યું હતું કે યુનિફોર્મ સિવિલ કોડનો મુખ્ય ઉદ્દેશ્ય સામાજિક સમરસતા, લિંગ સમાનતા અને ધર્મનિરપેક્ષતાને પ્રોત્સાહન આપવાનો છે. તેમણે વધુમાં કહ્યું હતું કે ભારતમાં વસતા બહત્પમતીના હિસાબે દેશ ચલાવવામાં આવશે. જસ્ટિસ યાદવે તેમના ભાષણમાં વધુમાં કહ્યું કે, બહત્પપત્નીત્વ, ટિ્રપલ તલાક અને હલાલા માટે કોઈ બહાનું નથી અને આ પ્રથાઓ હવે ચાલુ રહેશે નહીં




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application