સુપ્રીમ કોર્ટ કોલેજિયમે મુસ્લિમોને નિશાન બનાવતા તેમના નિવેદન બદલ ન્યાયાધીશ શેખર કુમાર યાદવને સમન્સ પાઠવ્યું હતું. તે નોટિસના લગભગ એક મહિના પછી, અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ શેખર કુમાર યાદવે મુખ્ય ન્યાયાધીશ સંજીવન ખન્નાને પત્ર લખ્યો છે. જેમાં કહ્યું હતું કે, તેઓ તેમના નિવેદન પર અડગ છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે, તેમના નિવેદનથી કોઈપણ ન્યાયિક આચારસંહિતાનું ઉલ્લંઘન થયું નથી.
અલ્હાબાદ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અરૂણ ભંસાલીએ 17 ડિસેમ્બરે સીજેઆઈ સંજીવ ખન્નાના નેતૃત્વમાં કોલેજિયમની સાથે જસ્ટીસ યાદવની બેઠક કરી હતી. બાદમાં તેમને આ મુદ્દા પર સ્પષ્ટીકરણ માંગ્યું હતું. સૂત્રો અનુસાર જસ્ટીસ યાદવના જવાબમાં એક કાનૂની વિદ્યાર્થી અને એક આઈપીએસ અધિકારી દ્વારા તેમની ટીપ્પણીના વિરોધમાં ફરિયાદ કર્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આઈપીએસ અધિકારીને સરકારે અનિવાર્યરૂપથી રિટાયર્ડ કરી દીધા હતા.
ન્યાયાધીશ યાદવે પોતાના પ્રતિભાવમાં કહ્યું કે તેમના ભાષણને કેટલાક સ્વાર્થી લોકો દ્વારા ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યું છે અને એવો પણ દાવો કર્યો હતો કે ન્યાયતંત્રના જે સભ્યો જાહેરમાં બોલી શકતા નથી તેઓ ન્યાયિક સમુદાયના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા સુરક્ષિત છે. આ વાત જાણતા હોવા જોઈએ. તેમણે પોતાના નિવેદન પર દિલગીરી વ્યક્ત કરી ન હતી અને કહ્યું હતું કે, તેમનું ભાષણ બંધારણમાં દર્શાવેલ મૂલ્યો અનુસાર સામાજિક મુદ્દાઓ પર વિચારો વ્યક્ત કરવા માટે હતું અને કોઈપણ સમુદાય પ્રત્યે નફરત ફેલાવવા માટે નહોતું.
8 ડિસેમ્બરે અલ્હાબાદ હાઈકોર્ટ બાર એસોસિએશન લાઈબ્રેરીમાં આયોજિત વિશ્વ હિન્દુ પરિષદ લીગલ સેલના કાર્યક્રમમાં બોલતા, જસ્ટિસ યાદવે યુનિફોર્મ સિવિલ કોડને હિન્દુ વિરુદ્ધ મુસ્લિમ ચર્ચા તરીકે રજૂ કર્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, હિન્દુઓએ સુધારા કર્યા છે જ્યારે મુસ્લિમોએ કર્યા નથી.
તેમણે કહ્યું હતું કે, એ કહેવામાં કોઈ ખચકાટ નથી કે આ હિન્દુસ્તાન છે. ભારતમાં રહેતા બહુમતિની ઇચ્છા મુજબ દેશ ચલાવવામાં આવશે. તમે એવું પણ ન કહી શકો કે, હાઈકોર્ટના ન્યાયાધીશ હોવાને કારણે તમે આ કહી રહ્યા છો. ભાઈ, કાયદો બહુમતી દ્વારા જ લાગુ કરવામાં આવે છે. પરિવાર જુઓ અને સમાજ પણ જુઓ. જ્યાં વધુ લોકો હોય છે, ત્યાં જે કંઈ કહેવામાં આવે છે તે માનવામાં આવે છે. તેમણે એમ પણ કહ્યું કે, કટ્ટરપંથીઓ દેશ માટે ખતરનાક છે.
જસ્ટિસ યાદવને લખેલા પત્રમાં ગાય સંરક્ષણ સંબંધિત તેમના એક આદેશનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને કેટલાક કાર્યકર્તાઓ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નો પણ ઉઠાવવામાં આવ્યા હતા. આ અંગે તેમણે કહ્યું કે, ગાયનું રક્ષણ સમાજની સંસ્કૃતિને પ્રતિબિંબિત કરે છે અને તેને કાયદા હેઠળ યોગ્ય રીતે માન્યતા આપવામાં આવી છે. તેમણે એમ પણ કહ્યું કે, ગાયના રક્ષણની તરફેણમાં રહેલી કાયદેસર અને વાજબી ભાવનાને ન્યાય, નિષ્પક્ષતા, પ્રમાણિકતા અને નિષ્પક્ષતાના સિદ્ધાંતોના ઉલ્લંઘન તરીકે અર્થઘટન કરી શકાય નહીં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલેજો મન ફાવે તેમ ફી નહીં લઈ શકે: યુનિવર્સિટીએ ધોકો પછાડ્યો
May 09, 2025 11:11 AMકાલાવડ પંથકની તરૂણી પર દુષ્કર્મના કેસમાં આરોપીને ૨૦ વર્ષની સજા
May 09, 2025 11:10 AMજેફરીઝે કહ્યું- ભારત મજબૂત છે: દેશના અર્થતંત્ર-શેરબજારમાં વિશ્વાસ વ્યક્ત કર્યો
May 09, 2025 11:05 AMબિલ ગેટ્સ વધુ ૧૦૭ બિલિયન ડોલરની સંપત્તિ દાનમાં આપશે
May 09, 2025 11:02 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech