જૂનાગઢ: ઝાયડસ કંપનીના અધિકારી દ્વારા ટોર્ચરિંગ, પગાર બંધ કરી દેતાં કર્મચારીનો આપઘાત

  • November 10, 2023 01:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટાર્ગેટ પૂર્ણ કરવા દબાણ કરતા ઉપરી અધિકારીના પ્રેશરથી કંટાળી વંથલીના યુવકે વિલીગડન ડેમમાં ઝંપલાવી આપઘાત કર્યાનો બનાવ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. વંથલીમાં રહેતા અને ખાનગી કંપનીમાં કામ કરતા કર્મીને ઉપરી અધિકારી દ્વારા ટાર્ગેટનું ટોર્ચિંગ કરી પગાર બંધ કરી નવા ટાર્ગેટ પૂર્ણ કરવા દબાણ કરવામાં આવતા ઉપરી અધિકારી દ્વારા અપાતા પ્રેસર થી કંટાળેલા યુવકે વિલીગડન ડેમમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો યુવકે મોત પહેલા સ્ટેટસમાં વિગત મૂકવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે 


આ અંગે ભવનાથ પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વંથલીમાં રહેતા આદિલ અખ્તર પટેલ નામનો યુવક ઝાયડસ વેલનેસ કંપનીમાં કામ કરી રહ્યો હોય ઉપલા અધિકારી ઉત્તમ ગજેરા દ્વારા આદિલને ટાર્ગેટ પૂરો કરવા ટોર્ચર કરતા હોય અને બે માસનો પગાર પણ બંધ કરી નવો ટાર્ગેટ પૂર્ણ કરવા અવારનવાર અપાતા ટોર્ચ રીંથી કંટાળી આદિલે ગઈકાલે  જૂનાગઢના વિલીંગડન ડેમમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો. આ અંગે ભવનાથ પોલીસમાં મૃતક યુવાનના ભાઈ ઇફતીયાફ અખ્તર પટેલે નોંધાવેલી પોલીસ ફરિયાદને આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. મૃતક યુવાને સ્ટેટસમાં ઉપલી અધિકારીના ટોર્ચંરિંગથી કંટાળી આ પગલું ભર્યું હોવાનું લખવામાં આવતા પોલીસે પૂછપરછનો ધમધમાટ શરૂ કર્યો છે અને આ અંગે વધુ કાર્યવાહી ભવનાથ પીએસઆઇ લાલકાએ હાથ ધરી છેયુવકના મૃતદેહને ફાયર વિભાગની ટીમ દ્વારા ડેમમાંથી બહાર કાઢી પીએમ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application