અંબાજી, દત્તાત્રેય, ભવનાથના મંદિરોમાં વહીવટદાર નિમી દેતા જૂનાગઢ કલેકટર

  • November 29, 2024 03:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢમાં અંબાજી મંદિરના મહતં બ્રહ્મલીન થયા બાદ સંતો વચ્ચે સામસામે દાવા પ્રતિદાવાઓ થઈ રહ્યા છે. ભવનાથ મંદિરના મહતં અને ભૂતનાથ મંદિરના મહતં સામસામે આક્ષેપો કરી રહ્યા છે. આજે જિલ્લા કલેકટરે પત્રકાર પરિષદ બોલાવીને ગિરનાર અંબાજી મંદિર, ગુરૂ દત્તાત્રેય, અને ભવનાથ મંદિરમાં તાત્કાલીક અસરથી વહીવટદારની નિમણૂક કરવા સાથે નાણા હેરાફેરી પ્રકરણમાં તપાસના પ્રારંભની ઘોષણા કરવામાં આવી હતી. લેટર બોમ્બ અને મહંતોના સામસામે આક્ષેપોની પણ નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. તત્રં દ્રારા ત્રણેય મંદિરો નું સંચાલન મામલતદાર હસ્તક કરી દેવામાં આવ્યું છે.
ગિરનાર પર્વત અંબાજી મંદિરના મહતં મોટા તનસુખગીરીબાપુ બ્રહ્મલીન થયા બાદ ભવનાથ મંદિરના મહતં હરીગીરી બાપુ દ્રારા ભીડભંજન મહાદેવ મંદિર ખાતે પ્રેમગિરિજીની ચાદર વિધિ કરી અંબાજી મંદિરના મહતં તરીકે રાખવામાં આવ્યા હતા, જેથી તનસુખગીરી બાપુના પરિવારજનો અને નાના પીરબાવા દ્રારા તેનો વિરોધ પણ કરીને એ ડિવિઝનમાં લેખિત ફરિયાદ પણ કરવામાં આવી છે. આ ઉપરાંત ભવનાથ મંદિરના મહતં હરીગીરી બાપુએ મહતં પદ થવા માટે નાણાંની હેરાફેરી થયાનો પત્ર પણ ભૂતનાથ મંદિર મહતં મહેશ ગીરીબાપુ એ રજૂ કર્યેા છે જેથી સમગ્ર મામલે તત્રં એકશનમાં આવ્યું છે.
મહેશગીરી બાપુ દ્રારા ભવનાથ મંદિરના મહતં તરીકે હરગીરી બાપુને દૂર કરવામાં આવે તેવી માંગ કરી છે તો સામા પક્ષે હરીગીરી બાપુ દ્રારા બનાવટી લેટર હોવાનું જણાવી થઈ રહેલ આક્ષેપ ખોટા હોવાનું કહેવામાં આવ્યું છે. જેથી બંને સંતોના સામસામે દાવા પ્રતિ દાવા વચ્ચે તત્રં એકશનમાં આવ્યું છે અને તપાસ શ કરવામાં આવી છે.
જુનાગઢ જિલ્લા કલેકટર અનિલ રાણાવસિયા દ્રારા આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં ભવનાથ મંદિર, ગિરનાર પર્વત પર અંબાજી મંદિર અને ગુદત્તાત્રેય શિખર ત્રણેય મંદિરોમાં વહીવટદારની નિમણૂક કરવામાં આવી છે. તાકીદ ની અસરથી આ ત્રણેય મંદિરોનું સંચાલન હવેથી મામલતદાર કરશે. તેમજ કલેકટર દ્રારા જણાવાયું હતું કે લેટર બોમ્બ અને મહંતો દ્રારા થઈ રહેલી રજૂઆતો બાબતે તત્રં અને પોલીસની ટીમ તપાસ કરી રહી છે. સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ થઈ રહી છે અને નિવેદનો અને પૂછપરછો થઈ રહ્યા છે. હાલ તો આ ત્રણેય મંદિરોનું સંચાલન વહીવટદાર કરશે અને તમામ નિર્ણય મામલતદાર દ્રારા કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application