આર.કે.ખાવડા અને જવેલર્સ ગ્રુપના એસેસમેન્ટની કામગીરી ગતિ પકડશે:ઉચ્ચ અધિકારીની નિયુક્તિ

  • December 15, 2023 03:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આવકવેરા વિભાગના દરોડા બાદ રાજકોટના મોટા ગજા બિલ્ડર અને જવેલર્સ લોબી પરના એસેટમેન્ટની કામગીરી હવે ગતિ પકડશે. રાજકોટ આઈટીની ઇન્વેસ્ટિગેશન વિંગે શહેરના ટોચના બિલ્ડર ગ્રુપ સાથે ફાઈનાન્સર અને ત્યારબાદ એક સાથે ચારથી વધુ નામાંકિત જ્વેલર્સ પર મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સર્ચ ના એક્શન બાદ આ તમામ કેસોનું એસેસમેન્ટ શરૂ થયો હતો આ દરમિયાન એસએસમેન્ટમાં જોડાયેલા એક અધિકારીની બદલી થઈ અને ત્યારબાદ અન્ય એક અધિકારીએ વીઆરએસ લેતા હવે નવા અધિકારીએ ચાર્જ સંભાળ્યો છે.


તાજેતરમાં જ રાજકોટના ઇન્વેસ્ટીગેશન વીંગના સેન્ટ્રલ એસેસમેન્ટ વિભાગમાં જોઈન્ટ કમિશનર તરીકે રાજીવ ગર્ગએ ચાર્જ સંભાળ્યો છે. અમદાવાદ ખાતે ફરજ બજાવતા રાજીવ ગર્ગ ને રાજકોટ સેન્ટ્રલ રેન્જમાં એડિશનલ ચાર્જ આપવામાં આવતા થોડા સમય પહેલા જ તેમને આ જવાબદારી સંભાળી છે અને હવે રાજકોટ ઇન્વેસ્ટિગેશન વીંગે તાજેતરના વર્ષોમાં પાડેલા મોટા પાયાના દરોડામાં જેમકે આરકે ગ્રુપ, શિલ્પા, રાધિકા, ખાવડા સહિત ગ્રુપ પર ઇન્કમટેક્સ તવાઇ ઉતારી હતી અને ત્યારબાદ ત્યાંથી મળેલા ડોક્યુમેન્ટ, કેશ, લોકર સહિતનો રિપોર્ટ બનાવી અમદાવાદ મોકલવામાં આવ્યો હતો હાલમાં આ તમામ કેસ પર એસેસમેન્ટની કામગીરી ચાલી રહી છે એસએસએન્ટ પૂરું થયા બાદ ટેક્સ ડિમાન્ડ નીકળશે.

અત્રે ઉલ્લેખનીય છે કે આર કે ગ્રુપ સાથે જમીનના વેચાણના વ્યવહારો કરનાર એક હજારથી વધુ લોકોને નોટિસ ફટકારવામાં આવી હતી. આ તમામ કેસનું એસેસમેન્ટ આખરી તબક્કામાં છે. આ તમામ નોટિસ ધારકોએ જવાબ આપ્યા બાદ એસેસમેન્ટ માટે 31 ડિસેમ્બર આખરી મુદત છે.
વર્ષ 2021 માં આર.કે ગ્રુપ અને તેની સાથે સંકળાયેલા ફાઇનાન્સરોને ત્યાં મોટા પાયે દરોડા પડ્યા હતા અને 400 કરોડથી પણ વધુની કરચોરી પકડાઈ હતી. સમગ્ર રાજ્યમાં આ સર્ચ ગોલ્ડન રેઇડ થી જાણીતી થઈ હતી. ત્યારબાદ ખાવડા ગ્રુપ પર અને તેની સાથે 33 જગ્યાએ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બાદમાં સૌરાષ્ટ્ર જ નહીં પણ સમગ્ર રાજ્ય પણ ખળભળી ઉઠ્યું હતું તેવી રીતે રાજકોટ અને જૂનાગઢમાં જ્વેલરી લોબી પર આવકવેરા વિભાગે સમય ઉતારી કરોડો રૂપિયાની કરચોરી ઝડપી લીધી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application