ગીરગંગા સાથે જળસંચય માટે જેતપુર ડાઈંગ એસો.ની બેઠક યોજા

  • November 23, 2024 02:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જેતપુર પ્રાંત અધિકારી પટોળીયા અને જેતપુર ડાંઈગ  પ્રિન્ટીંગ  એસો.દ્રારા જેતપુર ખાતે ગીરગંગાપરિવાર ટ્રસ્ટદ્રારા  જળ એજ જીવનનુ સૂત્ર સાર્થક થાઈ તેના માટે વધુમાં વધુ કારખાનામાં બોર રીચાર્જ થાય અને જમીનના જળક્રાવ ઐંચા આવે એ બાબતે તમામને માહિતગાર કર્યાને જિલ્લ ાકક્ષાએથી આપવામાં આવેલ લયાંક અનુસાર આયોજન કરવામાં આવ્યું હતું.
ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખિયાએ મામલદાર પટોળીયા દ્રારા જે મિટિંગનું આયોજન થયેલું તેમાં દરેક કારખાને દાર પોતાના કારખાનામાં વરસાદી પાણી બચે તેના માટે પાણીનો ટાંકો અને રીચાર્જ બોર કરે તો તેના ફાયદા માટે ખુબ માહિતી આપી.
જેતપુર ડાંઈગ  પ્રિન્ટીંગ  એસો. ના પ્રમુખ જેન્તીભાઈ રામોલીયા દ્રારા દરેક કારખાનાના માલિકોને વરસાદી પાણીનું યોગ્ય જતન કરવા કારખાના ફ ઉપરનું પાણી વધુમાં વધુ વિશાળ પાણીના ટાંકા બનાવી અને  સ્ટોરેજ કરીએ તેનું ઓવરફલોનું પાણી રીચાર્જ માટે બોર કરી જમીનના તળમાં પાણીના લેવલ  ઐંચા આવે તો જેતપુર વિસ્તારમાં કેમિકલ વાળા પાણીથી છુટકારો મળે તો આરોગયમાં ખુબ મોટો ફાયદો થાશે. જેતપુર એસો.ના પ્રમુખએ પણ એસો. દ્રારા એક વિશાળ  સરોવર બનાવવાની જાહેરાત કરી હતી.
 આ કાર્યમાં વધુ વેગ મળે તેના માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ  દિલીપભાઈ સખીયા, પ્રકૃતિપ્રેમી  દિનેશભાઈ પટેલ, વિરાભાઈ હત્પંબલ, જમનભાઈ પટેલ, પટોળીયા, સંજયભાઈ વેકરીયા, દીપુભાઈ જોગી, જીતેન્દ્રભાઈ હીરપરા, મનસુખભાઈ વાંધાણી, ભરતભાઈ વેકરીયા, જતીનભાઈ વડાલિયા, સુરેશભાઈ સખરેલીયા જહેમત ઉઠાવી રહ્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application