હાલ અમદાવાદમાં રહેતા ૩૫ વર્ષે શિક્ષિકાએ રાજકોટમાં સયાજી હોટલ પાસેના એપાર્ટમેન્ટમાં રહેતા પોતાના સગા જેઠ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. પતિની ગેરહાજરીમાં જેઠ અવારનવાર અડપલાં કરી બાદમાં શરીર સંબધં બાંધવા લાગ્યો હતો. ચારેક વર્ષથી શિક્ષિકા અમદાવાદ સ્થાઇ થયા હોય દિવાળીના તહેવારમાં રાજકોટ આવતા જેઠે ફરી અડપલાં કરતા અંતે પરિણીતાએ હિંમત કરી આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, હાલ અમદાવાદમાં રહેતા ૩૫ વર્ષએ શિક્ષિકાએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે રાજકોટમાં કાલાવડ રોડ પર સયાજી હોટલ પાસેના વિસ્તારમાં રહેતા પોતાના સગા જેઠનું નામ આપ્યું છે. શિક્ષિકાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના લ વર્ષ ૨૦૧૧માં રાજકોટના યુવાન સાથે ઝારખંડમાં જ્ઞાતિના રીતે રિવાજ મુજબ થયા હતા. બાદમાં તે અહીં રાજકોટમાં સંયુકત કુટુંબમાં રહેવા આવી હતી. લના થોડા દિવસો બાદ જ જેઠ તેને ખરાબ નજરથી જોતો હતો પરિણીતા રસોડામાં કામ કરતી હોય ત્યારે જેઠ રસોડામાં આવી છાતી પર સ્પર્શ કરી બળજબરી કરવાની કોશિશ કરતો હતો આ બાબતે તેણે સાસુને વાત કરતા સાસુએ કહ્યું હતું કે, તમારો જ વાંક છે નવા નવા લ હોય જેથી પરિણીતા ડરી ગઈ હતી અને પતિને આ બાબતે જાણ કરી ન હતી. પતિની ખરાબ આદતોના કારણે અવારનવાર સાસરીયાઓ તેમને બોલતા હતા વર્ષ ૨૦૧૩માં પરિણીતાએ પુત્રને જન્મ આપ્યો હતો પુત્રના જન્મ બાદ પણ જેઠ ખરાબ નજરે જોઇ રાખતો હતો અને તે કામ કરતી હોય ત્યારે તેની સાથે અડપલાં કરતો હતો પુત્ર ૯ મહિનાનો થયા બાદ પતિ પત્ની ડિસેમ્બર ૨૦૧૩ માં અહીંથી થોડે દૂર નાનામવા મેઇન રોડ પરના વિસ્તારમાં રહેવા માટે ગયા હતા જે મકાન ફરિયાદીના જેઠાણીના નામનું હતું. દરમિયાન અહીં પણ જેઠ કોઈના કોઈ બહાને ઘરે આવતો હતો અને યારે પરિણીતા ઘરે એકલી હોય ત્યારે તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધો બાંધતો હતો અને કહેતો હતો કે, તું કોઈને કહીશ તો ત્રણેયને કયાંયના નહીં રહેવા દઉં. આ સમયે પતિ પણ કઈં ખાસ કામ ધંધો કરતો ન હોય દીકરો નાનો હોય જેથી પરિણીતાઅએ આ શખસ તેને કોઈ નુકસાન ન પહોંચાડે તેવું વિચારી જેઠની તમામ માંગણીઓ મૂંગા મોઢે સહન કરી હતી. પતિ અને બાળક ઘરે ન હોય ત્યારે જેઠ અવારનવાર ઘરે આવતો હતો અને શોષણ કરતો હતો.
ચારેક વર્ષ પૂર્વે પતિ પત્ની અમદાવાદ ખાતે સ્થાયી થયા હતા. જેઠ અહીં પણ કોઈના કોઈ બહાને આવી ઝડપ ના કરતો હતો અને અડપલાં કરવાની કોશિશ કરતો હતો. ગત તારીખ ૧૩૧૧૨૦૨૪ ના દિવાળીના વેકેશનમાં તેઓ અહીં રાજકોટ આવ્યા હતા ત્યારે જેઠે ફરી અડપલાં કરતા આ વખતે પરિણીતાએ હિંમત કરી તેનો વિરોધ કર્યેા હતો તો જેઠે જ પોલીસને જાણ કરી પૈસાની ખોટી માંગણીઓ કરે છે અને ઝઘડો કરે છે તેવું પોલીસને જણાવ્યું હતું. જેથી પોલીસ પતિ પત્નીને પોલીસ સ્ટેશન લઈ જતા બાદમાં પરિણીતાએ હિંમત કરી પતિને સઘડી હકીકત જણાવી હતી અને ત્યારબાદ આ બાબતે જેઠ વિદ્ધ આ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે આરોપી સામે દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી. બનાવ અંગે વધુ તપાસ પીએસઆઇ કે.એચ.કારેણા ચલાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં અન્નપુર્ણા માતાજીના મહાપ્રસાદનો લાભ લેતાં હજારો ભક્તો...
December 23, 2024 11:23 AMકેશોદમાં વેપારી પરિવારના ઘરમાં ૨૨.૩૫ લાખની ચોરી
December 23, 2024 11:22 AMઅલ્લુ અર્જુનના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કરનાર 6 આરોપીના જામીન મંજૂર
December 23, 2024 11:21 AMજેતપુરના કેમિકલ યુક્ત પાણી પ્રશ્ને 26 ડિસેમ્બરે ગુજરાતના દરિયાકાંઠાના ગામો રહેશે બંધ
December 23, 2024 11:21 AMજૂનાગઢમાં કૌટુંબિક ભાઈની હત્યા કેસના મનદુ:ખમાં યુવકને કારમાં ઉપાડી જઇ નવ શખસોનો હુમલો
December 23, 2024 11:20 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech