જામકંડોરણામાં જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા દ્વારા આયોજિત 511 દીકરીના સમૂહલગ્નમાં વધુ એકવાર પોતાના વિરોધીઓ પણ નિશાન તાક્યું હતું. નામ લીધા વગર જ વિરોધીઓ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, સમાજમાં બે પાંચ લોકોની ટીમ છે તે સમાજમાં જ્યાં સારું કામ થતું હોય ત્યાં હવનમાં હાડકા નાખવાનું કામ કરી રહી છે. જે લોકોને રાજનીતિ સાથે કંઈ લેવાદેવા નથી તેવા લોકો મને પાડી દેવાનો પ્રયાસ કરી રહ્યા છે.
સમાજની અંદર એવા બે પાંચ લોકોની ટીમ છે
વધુમાં જણાવ્યું હતું કે, સમાજની અંદર એવા બે પાંચ લોકોની ટીમ છે. સમાજનું સારુ કામ થતું હોય ત્યાં હવનમા હાડકા નાખવાની કામગીરી આપણા સમાજની બે ટકા ટપોરી ગેંગ કરી રહી છે. સોશિયલ મીડિયામાં ખરાબ કોમેન્ટ લખે છે. સ્ક્રીન પર લેઉવા પટેલ સમાજને કેદ કરવાનું કામ ટોળકી કરી રહી છે.
ટોળકી ક્યાંય આડી આવશે તો
નામ લીધા વગર વિરોધીઓને ચીમકી આપતા કહ્યું કે, વિઠ્ઠલ રાદડિયાના વારસદારની જે જવાબદારી છે. તેમાં ટોળકી ક્યાંય આડી આવશે તો આ કામગીરીમાં ક્યાંય પીછેહઠ નથી થવાની. જયેશ રાદડિયાને પાડી દેવાના કાયમી પ્રયત્નો થાય છે. રાજનીતિ સાથે ન્હાવા નીચોવાનો સંબંધ નથી. તે રાજનીતિમાં જયેશ રાદડિયાના નળિયા ગણવાનો પ્રયત્ન કરે. મેં કહ્યું કે, આજે સુધરશે કાલે સુધરશે. રાજકીય રીતે જયેશ રાદડિયાને ક્યાં પાડી દેવો તેવા ચોકઠા ગોઠવવા વાળાને ઓળખવાની જવાબદારી સમાજની છે.
જયેશ રાદડિયા રાજકીય માણસ છે
રાદડિયાએ વધુમાં કહ્યું કે, ટોળકી દ્વારા સમાજના કામ કરતા હોય તેવા લોકોને બદનામ કરવાના પ્રયાસ કરે છે. જયેશ રાદડિયા રાજકીય માણસ છે. સમાજની જવાબદારી પણ રાજનીતિમાં રહીને કરું છું. જયેશ રાદડિયા અને પરિવાર વિષે ખરાબ કોમેન્ટ લખવામાં આવે છે. જે લોકો રાજનીતિમાં નથી છતા પણ એક યા બીજા પ્રકારે સમાજની અંદર રાજનીતિ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. એનો જવાબ સમાજે આપવો પડશે. જયેશ રાદડિયાને લેઉવા પટેલ સમાજનો નેતા આજે પણ નથી થવું અને કાલે પણ નથી થવું.
આવા લોકોને હવે સમાજ અને બધા ઓળખી ગયા
આ અંગે ભાજપના આગેવાન જયંતિ સરધારાએ જણાવ્યું હતું કે, જયેશભાઈની સાથે સમાજ છે. પણ બધા જાણે છે આ કોણ છે. સામાજિક સંસ્થાના આગેવાન બનીને બેઠેલા છે. આખી દુનિયા જાણી ગઈ છે આ જ ટોળકી સક્રિય છે પણ જયેશભાઈ રાદડિયા સમાજના પ્રતિષ્ઠિત અને સ્થાપિત આગેવાન છે. સારું કામ કરવું નથી અને સમાજની આગેવાની લેવી છે. દેખાડવાના અને ચાવવાના દાંત અલગ છે. આવા લોકોને હવે સમાજ અને બધા ઓળખી ગયા છે. આ લોકો ખુલ્લા પડ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહિન્દુસ્તાન યુનિલીવરના ૩૦૦ શ્રમયોગી પ્રશ્ને યુનિયનની માંગણીઓનો પંચ દ્વારા અસ્વીકાર
May 08, 2025 02:57 PMઈવીએમ પર સુપ્રીમે આપ્યો ફેંસલો, મોક વોટિંગ માટે સિમ્બોલ લોડિંગ યુનિટ બદલી શકાશે નહિ
May 08, 2025 02:50 PMરેલ્વે મંત્રાલયની એડવાઈઝરી: મીલીટરી ટ્રેનો વિશે માહિતી આપવા પર પ્રતિબંધ
May 08, 2025 02:49 PMભારતનું વિમાન તોડી પાડવાના પાકિસ્તાનના દાવાનો પર્દાફાશ, પુરાવા માંગ્યા તો આવું કર્યું
May 08, 2025 02:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech