હાપા માર્કેેટ યાર્ડની ચૂંટણીમાં ૨૮ ઉમેદવારો વચ્ચે ખેલાશે જંગ

  • January 30, 2024 12:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખેડુત વિભાગમાં ૧૭, વેપારી વિભાગમાં ૧૧ ઉમેદવારો વચ્ચે થશે ચૂંટણી: ઉમેદવારી પત્રો પાછા ખેંચાઇ ગયા બાદ સ્પષ્ટ થયું ચિત્ર

હાપા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એટલે કે યાર્ડની ચૂંટણીમાં કુલ ૨૮ ઉમેદવાર વચ્ચે મુકાબલો થશે, ગઇકાલે ઉમેદવારી પત્ર પાછા ખેંચાઇ ગયા બાદ અંતિમ ચિત્ર સામે આવ્યું છે, આગામી તા.૫ ફેબ્રુઆરીના રોજ મતદાન કરવામાં આવશે, અત્રે નોંધનીય છે કે, યાર્ડ પર પહેલેથી જ કેસરીયો ફરકી રહ્યો છે અને આ વખતેની ચૂંટણીમાં પણ ભાજપ પ્રેરિત પેનલની સશકતા જોઇને પૂનરાવર્તન થવાની પુરેપુરી સંભાવના છે, આમ છતાં ચૂંટણી એક-બે કારણને લઇને રસપ્રદ બની રહેશે.
હાપા માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભર્યા બાદ ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીનું મેન્ટેડ આવ્યું એ પછી બે નામને લઇને વાતાવરણ ગરમાગરમ બન્યું હતું, જો કે પાછળથી નવું મેન્ડેટ આવ્યું હતું અને તેમાં અગાઉ બાકાત રખાયેલા બે નામનો સમાવેશ કરી દેવામાં આવતાં ભાજપમાં જ ભડકો થવાની ભિતી પર પ્રદેશ ભાજપે ઠંડુ પાણી રેડી દીધું હતું. તમામ ઉમેદવારોએ પોતાના ફોર્મ ભરી દીધા હતાં, દરમ્યાનમાં ગઇકાલ તા.૨૯ના રોજ ઉમેદવારી પત્રો પાછા ખેંચાઇ ગયા બાદ આખરી ચીત્ર સામે આવ્યું છે અને તેમાં ખેડુત તથા વેપારી વિભાગમાં બચેલા બાકી ઉમેદવારો વચ્ચે ચૂંટણી નિશ્ર્ચિત બની છે.
તા.૫ ફેબ્રુઆરીના રોજ યોજાનારા મતદાન પૂર્વે ઉમેદવારો તરફથી પોતપોતાની જીત માટેના પ્રયાસો શરુ કરી દેવામાં આવ્યા છે, ખેડુત વિભાગને લઇને ઉમેદવારો મંડળીઓ સાથે મીટીંગો કરી રહ્યા છે, તો બીજી તરફ વેપારી વિભાગના ઉમેદવારો પણ જીત સુનિશ્ર્ચિત કરવા ચૂંટણીમગ્ન બની ગયા છે.
અત્રે એ યાદ આપવું જરુરી છે કે, ભાજપના પ્રથમ મેન્ડેટમાં પ્રવિણસિંહ ઝાલાના પુત્ર અને મુકુંદ સભાયાના નામ આવ્યા ન હતાં જેને લઇને બગાવતના ભણકારા વાગ્યા હતાં, જામનગરથી ગાંધીનગર સુધી મોબાઇલ પર ચર્ચાઓનો દૌર શરુ થઇ ગયો હતો, જો કે આ પછી ભાજપના નવા મેન્ડેટમાં બંને નામ આવી જતાં સંભવિત વિવાદ શમી ગયો હતો, હવે ચૂંટણીના પરીણામને લઇને કોઇ સંદેહ રહ્યો નથી, કોઇ એકાદ પરીણામ સરપ્રાઇઝ આપનારુ બની રહેવાની સંભાવના નકારી શકાતી નથી.
***
ખેડુત વિભાગના ઉમેદવાર
(૧) આહિર વશરામભાઇ નરસંગભાઇ રાઠોડ (૨) કોરડીયા વિપુલ ચંદ્રેશભાઇ પટેલ (૩) છૈયા અશ્ર્વિનભાઇ વિનોદભાઇ (૪) જાડેજા ઉમેદસંગ ભવાનસંગ (૫) જાડેજા પ્રદ્યુમનસિંહ માલુભા (૬) જાડેજા મનહરસિંહ પરબતસિંહ (૭) જયપાલસિંહ પ્રવિણસિંહ ઝાલા (૮) જેન્તીલાલ વશરામભાઇ દાવડ (૯) જમનભાઇ દેવજીભાઇ દુધાગરા (૧૦) ભુપતભાઇ મોહનભાઇ ધમસાણીયા (૧૧) જીતેનભાઇ કરશનભાઇ પરમાર (૧૨) દયાળજીભાઇ મોહનભાઇ ભીમાણી (૧૩) જમનભાઇ ડાયાભાઇ ભંડેરી (૧૪) વિઠલભાઇ નાનજીભાઇ માંડવીયા (૧૫) જીલુભાઇ લખુભાઇ સબાડ (૧૬) મુકુંદભાઇ ખોડાભાઇ સભાયા (૧૭) ચંદ્રેશભાઇ રામજીભાઇ સોજીત્રા.
***
વેપારી વિભાગના ઉમેદવાર

(૧) કોટેચા હિરેન વિજયભાઇ (૨) કોઠારી પ્રમોદકુમાર ભગવાનજી (૩) ખાખરીયા પ્રવિણ ચુનીલાલ (૪) ગોહીલ ઘનશ્યામસિંહ રઘુવિરસિંહ (૫) જાટીયા સુનીલભાઇ દેવદાનભાઇ (૬) નંદાસણા તુલસીભાઇ નરશીભાઇ (૭) ફલીયા અતુલકુમાર નટવરલાલ (૮) ભંડેરી સંજયભાઇ જગદીશભાઇ (૯) મહેતા વિરેશ મનસુખલાલ (૧૦) લૈયા કનુભાઇ રાયધનભાઇ (૧૧) સાવલીયા જયેશ રતીલાલ.
***
આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખે ચૂંટણીમાં ઝંપલાવ્યું
હાપા માર્કેટ યાર્ડની ચૂંટણીમાં આમ તો ભાજપ પ્રેરિત પેનલની મજબુત જીતના સંકેતો મળી રહ્યા છે, આમ છતાં અમુક મુદાને લઇને ચૂંટણી થોડી રસપ્રદ તો રહેવાની છે, કારણ કે ખેડુત વિભાગમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ વશરામભાઇ રાઠોડે ઉમેદવારી નોંધાવી છે અને આ બેઠક પર ભાજપ સામે આપનો એક રીતે મુકાબલો થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News