વિપક્ષી નેતા ધવલ નંદાએ કોન્ટ્રાકટરોને લાભ આપવા માટે અધિકારીઓ-પદાધિકારીઓ સહેમત છે તેવો મ્યુ.કમિશ્નરને સણસણતો પ્રશ્ર્ન પુછયો: કેટલાક ટેન્ડરો રદ કરવા માંગ
જામનગર મહાનગરપાલિકામાં સી.સી.રોડ સહિતના કેટલાક કામોમાં ભારે કરામત ચાલી રહી હોવાના કારસ્તાનો ધીરે-ધીરે બહાર આવી રહ્યા છે, ખાસ કરીને સિમેન્ટ, કાંકરી તથા અન્ય ચીજવસ્તુના ભાવો અને મજુરીના ભાવો પણ આસમાને પહોંચી ગયા હોવા છતાં પણ ૩૦ થી ૩૫ ટકા ડાઉન આવતા ટેન્ડરો આ વખતે ૨૫ થી ૩૦ ટકા ઓન મળવાનું કારણ શું ? આ અંગે તાત્કાલીક તપાસ કરવાની માંગ વિપક્ષી નેતા ધવલ નંદાએ મ્યુ.કમિશ્નરને લખેલા પત્રમાં કરી છે.
આ પત્રમાં જણાવાયું છે કે, જામનગર મહાપાલિકા દ્વારા સી.સી.રોડના કામમાં જયાં ૩૨ ટકા ભાવમાં કોન્ટ્રાકટરો કામ કરતા હતાં, ત્યાં આ વર્ષે અચાનક એવી તે કઇ સિમેન્ટ, રેતી, કાંકરી અને મજુરીનો ભાવ એકાએક વધી ગયો ? ૩૦ થી ૩૨ ટકા ડાઉન ટેન્ડરો આવતા હતાં અને આ વખતે એકાએક ૨૫ થી ૩૦ ટકા ઓન અપ ભાવ ભરવાનું કારણ શું ? જામનગર મહાનગરપાલિકાના ટેન્ડરોમાં જે ભાવ નકકી કરી કરેલા હોય છે તે જામનગરના એન્જીનીયરો હાલ તે બજાર કિંમતનો જ ભાવ ટેન્ડરમાં આપેલો હોય છે છતાં આમ કેમ ? વિપક્ષી નેતા તરીકેની જવાબદારી છે કે જામનગર કોર્પોરેશનની આવક-જાવક નિભાવવાની હોય ત્યારે આ કોન્ટ્રાકટરો અચાનક ૨૫ થી ૩૦ ટકા ભાવ વધારો ભરી રહ્યા છે અને જામ્યુકોની તીજોરીને નુકશાન થઇ રહ્યું છે તેમજ ટેન્ડર અપસેટ ભાવનું ઉલંઘન કરીને કોર્પોરેશનના કોન્ટ્રાકટરો જે બંધ બારણે રીંગ કરી આ રીતે ટેન્ડર ભર્યા છે તેની જવાબદારી કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓની થાય છે જયારે આ ટેન્ડર પ્રક્રિયા રદ કરવા માંગણી કરી છે.
કોર્પોરેશન દ્વારા કોન્ટ્રાકટર પાસેથી ટેન્ડર મંગાવાય છે અને કેટલાક ભાવો તો સાવ નીચા હોય છે પરંતુ આ વખતે જે ટેન્ડર ભરાયા તેમાં ૩૦ થી ૩૨ ટકા નીચા ભાવને બદલે ૨૫ થી ૩૦ ટકા કેટલાક ટેન્ડરમાં વધારે ભાવ આવ્યા છે તે અંગે તપાસ કરવાની મારી માંગ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationUPI પેમેન્ટ કરનારાઓને થશે ફાયદો, ₹100ની વસ્તુ ₹98માં મળશે, જાણો કેવી રીતે?
May 19, 2025 09:14 PMતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech