વેસ્ટ ટુ એનર્જી કંપની બંધ થતાં જામ્યુકોને નુકશાન

  • May 19, 2025 10:38 AM 

માર્ચ મહીનાથી કોઇપણ જાતની નોટીસ આપ્યા વિના કંપનીએ અલીગઢના તાળા લગાવ્યા: દરરોજ ૩૫૦ ટન કચરો હાલ ગુલાબનગરની ડમ્પીંગ સાઇડ પર નખાય છે ત્યારે ફરીથી ૩૦ હજાર ટન કચરો એકઠો થયો: કોના ઇશારે કંપની બંધ ?

જામનગર શહેરમાં ઘનકચરામાંથી વિજળી ઉત્પન્ન કરવા માટે વેસ્ટ ટુ એનર્જી કંપની ૨૦૨૨થી શ‚ થઇ હતી, પરંતુ કોણ જાણે કેમ માર્ચ મહીનાથી આ કંપનીના સંચાલકોએ કોઇપણ જાતની નોટીસ કે પત્ર વ્યવહાર કર્યા વિના એકાએક તાળા મારી દેતા કેટલાકને આશ્ર્ચર્ય થયું છે, કંપની દ્વારા કેટલાક કર્મચારીઓને છુટા કરી દેવામાં આવ્યા છે, કોર્પોરેશનની હાલત એ છે કે દરરોજ ૩૫૦ ટન શહેરનો કચરો અત્યારે કયાં નાખવો ? એક તરફ ગુલાબનગરની ડમ્પીંગ સાઇડ ચોખ્ખી કરવામાં આવી રહી હતી ત્યાં જ ફરીથી હાલ કોર્પોરેશને આ જગ્યાએ કચરો ડમ્પીંગ કરવો પડે છે જેથી કોર્પોરેશનને આર્થિક નુકશાન થાય છે. આ નુકશાન કોના ભોગે થશે ? કંપની શા માટે બે-બે નોટીસ આપી હોવા છતાં દાદ દેતી નથી ? તે પણ પ્રશ્ર્ન ઉઠયો છે. 

૨૦૧૭-૧૮માં વેસ્ટ-ટુ એનર્જી કંપનીએ જામનગર આવવા માટે ટ્રાય શ‚ કરી, ત્યારબાદ કોરોના આવી જતાં આ મામલો થોડો પાછળ ગયો, આખરે ૨૦૨૧ના નવેમ્બર માસમાં ધીરે-ધીરે આ કંપનીએ કચરામાંથી વિજળી પેદા કરવાની શ‚આત કરી હતી અને ૨૦૨૨થી કંપનીએ આશરે ‚ા.૧૦૦ કરોડથી વધુ રકમના ખર્ચે આ મહત્વનો પ્રોજેકટ શ‚ કર્યો હતો, પ્રોજેકટ શ‚ થયા બાદ આ વિસ્તારના રહીશોએ જોરદાર વિરોધ કર્યો અને દુર્ગંધ આવતી હોવાની ફરિયાદ પણ કરી, આંદોલન પણ થયા, પરંતુ કંઇ ન થયું, આખરે આ પ્રોજેકટ શ‚ થઇ ગયો હતો. 

કોર્પોરેશન દ્વારા કંપની સાથે લગભગ વીસેક વર્ષનું એમઓયુ થયું છે, કંપનીને આ પહેલા પ્લાન્ટ શ‚ કરવા માટે નોટીસ પાઠવવામાં આવી હતી અને ફરીથી તા.૧૬-૫ના રોજ બીજી નોટીસ પાઠવવામાં આવી હતી, પરંતુ કંપનીના સતાધીશો દ્વારા કોઇપણ જાતની ફરિયાદ કે શા માટે કંપની બંધ કરવામાં આવી છે તેની કોર્પોરેશનને જાણ કરી નથી. 

શહેરની હાલત એ છે કે, દરરોજ ૩૫૦ ટન ઘન કચરો ઉત્પન્ન થાય છે, ગુલાબનગર, વિભાપર અને મોહનનગરના રહેવાસીઓએ આ ડમ્પીંગ સાઇડમાંથી કચરો ઉપાડવા માટે રજૂઆત કર્યા બાદ લગભગ સાડા છ કરોડના ખર્ચે આ કચરો ઉઠાવવાનું શ‚ કરાયું, લગભગ ૧૫ હજાર ટન કચરો બાકી હતો ત્યારે ફરીથી આ કંપની બંધ થઇ જતાં હાલની સ્થિતિ એવી છે કે ગુલાબનગર ડમ્પીંગ સાઇડ ઉપર ૩૫૦ ટન કચરો દરરોજ ઠાલવવાથી અત્યારે ૩૦ હજાર ટન કચરો એકઠો થયો છે તેમ સોલીડ વેસ્ટના મુખ્ય અધિકારી મુકેશ વરણવાએ જણાવ્યું હતું. કચરાનું પ્રોસેસ બંધ થઇ ગયું હોવાથી કચરાના ઢગલા શ‚ થઇ ગયા છે, બે-બે નોટીસ આપ્યા પછી પણ કંપની તરફથી કોઇ જવાબ ન મળતાં કોર્પોરેશનને આર્થિક નુકશાની પણ થઇ છે, ત્યારે જવાબદારી કોના ઉપર જાય ? 

વેસ્ટ-ટુ-એનર્જીને જામનગરમાં લાવનારના મોઢે તાળા...?
૨૦૧૭-૧૮માં ઘન કચરામાંથી વિજળી બનાવવા માટે આ કંપનીને જામનગરમાં લાવવા માટે દબાણ કરનાર રાજકીય અગ્રણીના મોઢે તાળા લાગી ગયા છે, હાલ કંપની છેલ્લા બે માસથી બંધ છે ત્યારે કંપની પણ આર્થિક નુકશાનીમાં હોય તેવું લાગી રહ્યું છે, ફરીથી કંપની શ‚ થશે કે કેમ ? તેનો જવાબ કોર્પોરેશનના અધિકારીઓ પાસે પણ નથી, ત્યારે હવે કંપનીના ભાવી ઉપર શંકા સેવાઇ રહી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application