માતા-પિતા માટે ચેતવણીરૂપ લાલબત્તી સમાન કિસ્સો, કાર લોક થઈ જતા શ્વાસ રૂંધાતા તડપી તડપીને ચાર માસૂમ બાળકોના મોત, જાણો સમગ્ર ઘટના

  • May 19, 2025 02:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લાના દ્વારપુરી ગામમાં એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં ચાર માસૂમ બાળકો રમતી વખતે કારનો દરવાજો બંધ થઈ જતાં ગૂંગળામણથી મૃત્યુ પામ્યા હતા. આ ઘટના ગામના મહિલા મંડળ કાર્યાલય પાસે બની હતી જ્યારે બાળકો ત્યાં પાર્ક કરેલી એક કારમાં રમી રહ્યા હતા.


મૃતક બાળકોની ઉંમર 6 થી 8 વર્ષની વચ્ચે હતી

પ્રાપ્ત માહિતી મુજબ, મૃતક બાળકોની ઉંમર 6 થી 8 વર્ષની વચ્ચે હતી. એક પારિવારિક લગ્ન સમારોહમાં હાજરી આપવા ગયા હતા. આ દરમિયાન બાળકો રમી રહ્યા હતા અને રમતા રમતા બાળકો કારમાં બેસી ગયા. ભૂલથી દરવાજો અંદરથી બંધ થઈ ગયો. બહારના કોઈને આ વાતનો ખ્યાલ ન આવ્યો અને ખ્યાલ આવ્યો ત્યારે ખૂબ મોડું થઈ ગયું હતું.


મંત્રી કોંડાપલ્લી શ્રીનિવાસે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું

એમએસએમઈ મંત્રી કોંડાપલ્લી શ્રીનિવાસે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે લગ્ન સમારોહમાં હાજરી આપવા આવેલા પરિવારના આ બાળકો નજીકમાં રમી રહ્યા હતા. પછી તેઓ એક ત્યજી દેવાયેલી કારમાં ઘૂસી ગયા અને અંદરથી લોક થઈ ગયા. પરિવારને ઘણા સમય પછી આ વાતની ખબર પડી પરંતુ ત્યાં સુધીમાં ચારેય બાળકો - એક છોકરો અને ત્રણ છોકરીઓ મૃત્યુ પામ્યા હતા.


આ અકસ્માતથી આખા ગામને આઘાત લાગ્યો

આ કેસની માહિતી મળતા જ સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. આ અકસ્માતથી આખા ગામને આઘાત લાગ્યો છે અને લગ્નની ઉજવણી શોકમાં ફેરવાઈ ગઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application