ઘનશ્યામ રઘુવીર ટ્રસ્ટના નેજા હેઠળ 2020માં પણ આ તમામ દુકાનો કોર્પોરેશને તોડી પાડી હતી: ફરીથી ગેરકાયદેસર દુકાનોનું બાંધકામ કયર્િ બાદ કોર્પોરેશને અનેક વખત નોટીસ આપી હતી તે ન ગણકારતા આજ સવારથી ા.5.50 કરોડની 5500 ફુટ જમીન ખુલ્લી કરાવવા કાર્યવાહી
જામનગર શહેરમાં ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટયો છે, કોર્પોરેશનની નોટીસોને આવા ઇસમો ગણકારતા પણ નથી, 2020ની સાલમાં ગેલેકસી ટોકીઝ પાસે આવેલ રેલ્વે બીસાઇડીંગ નજીક ઘનશ્યામ રઘુવીર મંદિર ટ્રસ્ટના નેજા હેઠળ 12 દુકાનોનું મંજુરી વિના ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું, આ તમામ બાંધકામ ઉપર કોર્પોેરેશને બુલડોઝર ફેરવી દીધું હતું, ફરીથી આ દુકાનના માલીકોને જાણે કે કાયદાની કોઇ પડી ન હોય એ રીતે ા.5.50 કરોડની 12 દુકાનો ફરીથી બાંધી લેતાં આખરે કોર્પોરેશને 2023 અને 24માં આ બાંધકામ તોડી નાખવા નોટીસ આપ્યા બાદ આખરી નોટીસનો પણ દુકાનધારકોએ ઉલાળીયો કરતા આખરે આજ સવારથી જ કોર્પોરેશનની એસ્ટેટ સહિતની વિવિધ ટીમોએ હાજર રહીને આ તમામ દુકાનો ઉપર બુલડોઝર ફેરવી દીધું છે. આમ ગેરકાયદેસર બાંધકામ કરનારઓમાં પણ ભારે ફફડાટ મચી ગયો છે.
જાણવા મળતી માહિતી મુજબ 2019ની સાલમાં આ બાંધકામ થઇ રહ્યું હતું ત્યારે કોર્પોરેશને કલમ 260 મુજબ નોટીસ ફટકારીને થોડુઘણુ બાંધકામ દુર કર્યુ હતું, ત્યારબાદ જાણે કે કોઇની શેહ-શરમ ન હોય તે રીતે રાજકીય વગના સથવારે 2020માં 12 દુકાનો બનાવવામાં આવી હતી. 2019ની સાલમાં કુલ 15 દુકાનો બનાવાઇ હતી અને ત્યારબાદ તેમાં ફેરફાર કરીને 12 દુકાનોનું બાંધકામ કરવામાં આવ્યું હતું.
એસ્ટેટ અધિકારી નિતીન દીક્ષીતના જણાવ્યા અનુસાર આજ સવારથી જ ઘનશ્યામ રઘુવીર ટ્રસ્ટના નેજા હેઠળ બંધાયેલી 5500 ફુટમાં 12 દુકાનો મંજુરી વિનાની હતી જેથી તેની પાડતોડ કરવામાં આવી છે, 2023માં પણ આ દુકાનો ફરીથી બની જતાં તા.28-2-23ના રોજ બાંધકામ દુર કરવા કોર્પોરેશને કલમ 260/2 મુજબ હુકમ કર્યો હતો અને ત્યારબાદ આખરી નોટીસ આપીને આ તમામ મંજુરી વિનાનું ગેરકાયદેસર બાંધકામ દુર કરવા નોટીસ પાઠવવામાં આવી હતી, પરંતુ આ દુકાનદારોએ આ નોટીસની અવગણના કરીને બાંધકામ બાંધી લીધું હતું.
જામનગરમાં એક વખત બાંધકામ તોડયા પછી પણ જાણે કે કોઇ લાજ-શરમ ન હોય તે રીતે કેટલીક રાજકીય વ્યકિતઓના ઇશારે હવે કાંઇ નહીં થાય તેવો દીલાશો આપનારના સપના ચકનાચુર થઇ ગયા હતાં અને કોર્પોરેશને આજે કોઇની પણ શરમ રાખ્યા વિના આ તમામ બાંધકામો ઉપર બુલડોઝર ફેરવી દીધું હતું. એસ્ટેટના વડા મુકેશ વરણવા, નિતીન દીક્ષીત, સુનીલ ભાનુશાળી, ટીપીઓ શાખાના નાયબ ઇજનેરો ઉર્મિલ દેસાઇ, અનિલ ભટ્ટ તેમજ લાઇટ શાખાના અધિકારીઓ પણ આ ગેરકાયદેસર થયેલું બાંધકામ તોડી પાડવા હાજર રહ્યા હતાં. બપોરના 12 વાગ્યા સુધીમાં લગભગ તમામ બાંધકામ તોડી પાડવાની કાર્યવાહી પૂર્ણ થઇ જશે તેમ જાણવા મળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ: પતંગ લેવા જતા 11 વર્ષીય બાળકનું કરૂણ મોત
January 08, 2025 11:18 PMઆંધ્રપ્રદેશઃ તિરુપતિ મંદિરમાં ટોકન લેતા સમયે નાસભાગ, 6 શ્રદ્ધાળુઓના મોત
January 08, 2025 10:55 PMસુરતના પ્રાણી સંગ્રહાલયમાં H5N1 વાયરસનો ખતરો: પ્રાણીઓમાં ફેલાયો ચેપ
January 08, 2025 08:51 PMસાબરકાંઠામાં HMPV વાયરસનો ખતરો: અમદાવાદ બાદ હિંમતનગરમાં 8 વર્ષનું બાળક સંક્રમિત
January 08, 2025 08:49 PMખંભાળિયાના માંઝા ગામે કૂવામાં ખાબકેલા શિયાળનું રેસ્ક્યુ કરાયું
January 08, 2025 07:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech