જામનગરનું લાખોટા લેક રવિવારથી મોર્નિંગ વોક સહિતના મુલાકાતીઓ માટે ખુલશે

  • July 14, 2023 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બેરીકેટની કામગીરી ઝડપી બનાવાઇ: લોકોને સાવચેત રહેવા કરાઇ અપીલ

જામનગરમાં તળાવની પાળે ભારે વરસાદ દરમિયાન તળાવની પાળ ફરતે કરવામાં આવેલ આડશવાળી દીવાલ તૂટી જવા પામી હતી. પરિણામે દરરોજ વોકિંગ માટે જતા લોકો માટે હાલ આ સુવિધા બંધ કરી દેવામાં આવી છે. આથી નિયમિત વોકિંગ કરતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે, જો કે બે દિવસમાં આ સુવિધા શરૂ કરી દેવામાં આવશે  તેમ જાણવા મળ્યું છે.
થોડા દિવસ પહેલા થયેલા ભારે વરસાદમાં તળાવની પાળે દીવાલ તૂટી પડી હતી. આથી સુરક્ષાના કારણોને ધ્યાનમાં લઈને ત્યાં અવરજવર અને વોકિંગ માટે આવતા લોકો માટે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. છેલ્લા એક અઠવાડિયા કરતા વધુ સમયથી આ માર્ગબંધ હોવાથી દરરોજ વોકિંગ કરવા જતા લોકો હવે અકળાયા છે અને આ સુવિધા ક્યારે શરૂ થશે તેવો સવાલ ઊઠાવી રહ્યા છે.
જો કે, મહાનગરપાલિકાના અધિકારીના જણાવ્યા પ્રમાણે ત્યાં ત્રણ સ્થળે કામ ચાલી રહ્યું છે અને બે દિવસમાં આ સેવા પુન: શરૃ કરી દેવામાં આવશે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હાલ આ રસ્તો અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. જ્યાં બે સ્થળે બેરી કેટિંગ કરાયું છે, જ્યારે એક સ્થળે માટી ભરેલી બેગો મૂકી દેવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application